Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાબોડીમાં પાર્ક કરેલી બે કાર પર બદામના ઝાડની મોટી ડાળી પડી

રાબોડીમાં પાર્ક કરેલી બે કાર પર બદામના ઝાડની મોટી ડાળી પડી

Published : 09 May, 2026 08:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણે-વેસ્ટના રાબોડી વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક મોટા ઝાડની ડાળી ધરાશાયી થઈને નીચે પાર્ક કરેલી બે કાર પર પડવાની ઘટના બની હતી.

રાબોડીમાં પાર્ક કરેલી બે કાર પર  બદામના ઝાડની મોટી ડાળી પડી

રાબોડીમાં પાર્ક કરેલી બે કાર પર બદામના ઝાડની મોટી ડાળી પડી


થાણે-વેસ્ટના રાબોડી વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક મોટા ઝાડની ડાળી ધરાશાયી થઈને નીચે પાર્ક કરેલી બે કાર પર પડવાની ઘટના બની હતી. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ આપેલી માહિતી મુજબ રાબોડી નંબર બેમાં કલાવતી આઈ મંદિર પાસે ગુરુવારે રાત્રે આશરે ૯.૨૮ વાગ્યે આ ઘટના બની હતી. રસ્તાની બાજુમાં ઊભેલા એક મોટા બદામના ઝાડની ડાળી અચાનક તૂટી પડી હતી, જેની ઝપેટમાં ત્યાં પાર્ક કરેલી બે કાર આવી ગઈ હતી. ફાયર-એન્જિન અને પિક-અપ વાહનની મદદથી તાત્કાલિક રાહત-કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમણે ઝાડની ડાળી કાપી વાહનો પરથી ખસેડીને રસ્તો ખુલ્લો કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK