મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRC)ની જાહેરાત મુજબ મેટ્રો 3 થર્ટીફર્સ્ટની રાતે ૧૦.૩૦ વાગ્યાથી સવારે ૫.૫૫ વાગ્યા સુધી એક્સ્ટ્રા સર્વિસ ચલાવશે
પ્રતીકાત્મક તસવીર
થર્ટીફર્સ્ટની પાર્ટીને ધ્યાનમાં રાખતાં બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) એ ૩૧ ડિસેમ્બરની રાતે મુખ્ય રૂટ પર વધારાની બસ દોડાવવાની જાહેરાત કરી છે. ગેટવે ઑફ ઇન્ડિયા, જુહુ ચોપાટી, ગોરાઈ ક્રીક અને માર્વે ચોપાટી જેવાં લોકપ્રિય સ્થળો પર થર્ટીફર્સ્ટની રાતે ભારે ભીડ જામે છે તેથી C-૮૬, ૨૦૩ અને ૨૩૧ રૂટ પર વધારાની બસો ચલાવવામાં આવશે. સાથે જ ઍર-કન્ડિશન્ડ (AC) રૂટ-નંબર A-૨૧, A-૧૧૨, A-૧૧૬, A-૨૪૭, A-૨૭૨ અને A-૨૯૪ની વધુ બસો દોડાવાશે. રાત્રે ૧૦થી ૧૨.૩૦ વાગ્યા સુધી વધારાની બસો દોડશે. આ ઉપરાંત હેરિટેજ ટૂર બસ સર્વિસ પણ ૩૧ ડિસેમ્બરે સાંજે ૫.૩૦ વાગ્યે શરૂ થશે અને મુસાફરોની માગ અનુસાર પહેલી જાન્યુઆરીની સવાર સુધી બસ ચાલુ રહેશે.
મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRC)ની જાહેરાત મુજબ મેટ્રો 3 થર્ટીફર્સ્ટની રાતે ૧૦.૩૦ વાગ્યાથી સવારે ૫.૫૫ વાગ્યા સુધી એક્સ્ટ્રા સર્વિસ ચલાવશે.


