Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શ્લોકાએ આપ્યો દીકરાને જન્મ, દાદા-દાદી બન્યાં મુકેશ અને નીતા અંબાણી

શ્લોકાએ આપ્યો દીકરાને જન્મ, દાદા-દાદી બન્યાં મુકેશ અને નીતા અંબાણી

10 December, 2020 03:07 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

શ્લોકાએ આપ્યો દીકરાને જન્મ, દાદા-દાદી બન્યાં મુકેશ અને નીતા અંબાણી

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


દેશના ટૉચના બિઝનેસમેન (Top businessman) મુકેશ અંબાણી (Mukesh Ambani) દાદા (Become Grandfather) બની ગયા છે. તેમના દીકરા આકાશ અંબાણી (Son Akash Ambani)ની પત્ની શ્લોકા મેહતા (Shloka Mehta Ambani)એ ગુરુવારે સવારે 11 વાગ્યે દીકરાને જન્મ આપ્યો છે. આકાશ અને શ્લોકાના લગ્ન 9 માર્ચ 2019ના રોજ થયા હતા. તેમના લગ્નોત્સવની ચર્ચા માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ થઈ હતી.

અંબાણી પરિવારમાં નાના બાળકનું આગમન થઈ ગયું છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મેહતા અંબાણીએ આજે દીકરાને જન્મ આપ્યો છે. આ અંગે અંબાણી પરિવારના પ્રતિનિધિએ જણાવ્યું કે, "શ્રીકૃષ્ણના આશિર્વાદથી શ્લોકા અને આકાશ અંબાણી આજે મુંબઇમાં દીકરાના પ્રાઉડ પેરન્ટ્સ બન્યાં છે."




નીતા અને મુકેશ અંબાણી પણ પહેલા ગ્રાન્ડ ચાઇલન્ડના દાદા-દાદી બનવાથી ખુબ ખુશ છે  અને તેમણે ધીરૂભાઇ અંબાણી અને કોકિલાબેન અંબાણીનાં આ પ્રપૌત્રને વધાવ્યો છે. મમ્મી અને દીકરા બંન્નેની તબિયત સારી છે અને મહેતા તથા અંબાણી પરિવારમાં આ સમાચારથી ઓચ્છવનો માહોલ છે.


અંબાણીએ ગયા વર્ષે ટૉય ચેન ખરીદી તો લોકોએ ઉડાડી મજાક
ગયા વર્ષે, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે લગભગ 620 કરોડમાં બ્રિટેનની રમકડાંની બ્રાન્ડ હેમલિઝ ગ્લોબલ હૉલ્ડિંગ્સ લિમિટેડની ખરીદી કરી હતી. ત્યારે લોકો સોશિયલ મીડિયા પર મજાક કરતા હતા કે મુકેશ અંબાણી પોતાના આવનારા 'નવા મહેમાન' માટે પહેલાથી જ રમકડાં એકઠા કરી રહ્યા છે.

રોગચાળા દરમિયાન પણ ફાયદામાં રહ્યું રિલાયન્સ ગ્રુપ
કોરોનાના મુશ્કેલ સમયમાં પણ જ્યાં દેશ-દુનિયાની કંપનીઓને મોટું નુકસાન થયું, રિલાયન્સ ગ્રુપ ફાયદામાં રહ્યું. રિલાયન્સ જિયોએ આ વર્ષે પોતાની ભાગીદારી વેચીને લગભગ 5 લાખ કરોડ રૂપિયા એકઠાં કર્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

10 December, 2020 03:07 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK