સંજીવ જાયસવાલે આપેલી માહિતી મુજબ ૫૪૦ બિલ્ડિંગ્સના ઑડિટ-રિપોર્ટ તૈયાર છે, જેમાંથી ૪૧૧ બિલ્ડિંગ્સને માત્ર રિપેરિંગની જરૂર છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ચોમાસું બેસે એ પહેલાં જર્જરિત બિલ્ડિંગ્સના ઇન્સ્પેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA-મ્હાડા)એ પ્રી-મૉન્સૂન ઇન્સ્પેક્શન દરમ્યાન ૯૫ બિલ્ડિંગ્સને રહેવા માટે ભયજનક જાહેર કર્યાં છે.
મ્હાડાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) સંજીવ જાયસવાલે જણાવ્યું હતું કે ‘ગમે ત્યારે પડી જાય એવાં ભયજનક બિલ્ડિંગમાં રહેતા લોકોને રીલોકેટ કરવાનો ઍક્શન પ્લાન અમલમાં મુકાશે. પાંચમી મે સુધી ૭૩ ટકા ઇન્સ્પેક્શન થઈ ચૂક્યું છે. બાકીનું ઇન્સ્પેક્શન ચોમાસા પહેલાં પૂરું કરવામાં આવશે.’
ADVERTISEMENT
સંજીવ જાયસવાલે આપેલી માહિતી મુજબ ૫૪૦ બિલ્ડિંગ્સના. ઑડિટ-રિપોર્ટ તૈયાર છે, જેમાંથી ૪૧૧ બિલ્ડિંગ્સને માત્ર રિપેરિંગની જરૂર છે.
મ્હાડા ઍક્ટની કલમ ૭૯-એ મુજબ ભયજનક બિલ્ડિંગને ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ૯૫માંથી ૯૩ બિલ્ડિંગના રીડેવલપમેન્ટ માટે અરજી મળી છે, જેમાંથી ૨૬ બિલ્ડિંગ્સના નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ્સ (NOC) ઇશ્યુ કરવામાં આવ્યાં છે તેમ જ ૬૭ બિલ્ડિંગ હજી સ્ક્રૂટિની હેઠળ છે.

