Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Accident: થાણેના કાપુરબાવડી બ્રિજ પાસે ટ્રક ડિવાઇડર સાથે અથડાઈ, ૩ કલાક સુધી ભારે ટ્રાફિક જૅમ

Mumbai Accident: થાણેના કાપુરબાવડી બ્રિજ પાસે ટ્રક ડિવાઇડર સાથે અથડાઈ, ૩ કલાક સુધી ભારે ટ્રાફિક જૅમ

Published : 30 July, 2026 07:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણે-વેસ્ટમાં કાપુરબાવડી બ્રિજ પાસે એક માલવાહક ટ્રકનો અકસ્માત થયો હતો જેને કારણે ટ્રાફિકને ભારે અસર થઈ હતી

કાપુરબાવડી બ્રિજ પાસે ટ્રકનો થયેલો  અકસ્માત.

કાપુરબાવડી બ્રિજ પાસે ટ્રકનો થયેલો અકસ્માત.


થાણે-વેસ્ટમાં કાપુરબાવડી બ્રિજ પાસે એક માલવાહક ટ્રકનો અકસ્માત થયો હતો જેને કારણે ટ્રાફિકને ભારે અસર થઈ હતી. ગઈ કાલે સવારે સાત વાગ્યે ઘોડબંદરથી થાણે તરફ આવી રહેલી ટ્રકના ડ્રાઇવરે ટ્રક પરનો કાબૂ ગુમાવતાં ટ્રક બ્રિજ પરના ડિવાઇડર સાથે જોરદાર અથડાઈ હતી. આ ટ્રક રાજસ્થાનથી ચૂનાનો પાવડર ભરીને ઘોડબંદર માર્ગે મહાડ તરફ જઈ રહી હતી. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ ન હતી. આ અકસ્માતને કારણે ઘોડબંદર-થાણે રોડ પર કાપુરબાવડી બ્રિજ નજીક આશરે ૩ કલાક સુધી ભારે ટ્રાફિક જૅમ સર્જાયો હતો. પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનોએ ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રકને રસ્તાની એક તરફ ખસેડીને વાહનવ્યવહાર ફરી પૂર્વવત્ કરાવ્યો હતો.

ટૂ-વ્હીલરના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં અટલ સેતુ પર પૂરપાટ દોડી બાઇક, એ પણ રૉન્ગ સાઇડ પર




અટલ સેતુ પર પૂરપાટ ઝડપે રૉન્ગ સાઇડમાં બાઇક દોડાવનારા બે જણનો વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે. અટલ સેતુ પર ટૂ-વ્હીલર પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરીને કઈ રીતે બાઇક પ્રવેશી એવો સવાલ પુછાઈ રહ્યો છે. વિડિયો વાઇરલ થયા બાદ અટલ સેતુ પર સુર​ક્ષા વિશે પણ પ્રશ્ન ઊભો થયો છે. બાઇકની નંબર-પ્લેટ પણ ન દેખાય એ રીતે પાછળ બેસનારા યુવકે ઢાંકી દીધી હતી. આશરે ૧૦૦ કિલોમીટરથી વધુની ઝડપે બાઇક દોડાવવામાં આવી હતી. બાઇક પર બેઠેલા બન્ને જણમાંથી એકેયે હેલ્મેટ નહોતી પહેરી. 


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2026 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK