Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઑક્ટોબરના ઉકળાટમાં અકળાયા મુંબઈગરા

ઑક્ટોબરના ઉકળાટમાં અકળાયા મુંબઈગરા

Published : 30 October, 2026 11:11 AM | Modified : 30 October, 2026 11:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુરુવારનો દિવસ પણ મુંબઈગરાઓ માટે સખત ઉકળાટભર્યો રહ્યો હતો અને ઑક્ટોબર હીટે એ હજી પણ યથાવત્ હોવાનો પુરાવો આપ્યો હતો

તસવીર : આશિષ રાજે

તસવીર : આશિષ રાજે


અર્નબ વાવાઝોડાની અસરને કારણે મુંબઈમાં કદાચ વરસાદ પડે, ભેજ વધે અને તાપ ત્રણથી ૪ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઓછો થાય એવી હવામાન ખાતાની આગાહી હોવા છતાં મુંબઈગરાઓને ગરમીથી કોઈ રાહત મળી નહોતી. ગુરુવારનો દિવસ પણ મુંબઈગરાઓ માટે સખત ઉકળાટભર્યો રહ્યો હતો અને ઑક્ટોબર હીટે એ હજી પણ યથાવત્ હોવાનો પુરાવો આપ્યો હતો. ગુરુવારે મુંબઈનું તાપમાન ૩૦થી ૩૫ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું, જ્યારે ભેજના કારણે હીટ ઇન્ડેક્સ ૩૫થી ૩૭ દરમ્યાન રહ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૬ ટકા હોવાને કારણે ફક્ત ગરમીનો પ્રકોપ વધુ વર્તાતો હતો. ઉલ્લેખનીય છે કે મહિનાની શરૂઆતમાં મુંબઈનું તાપમાન ૩૮ ડિગ્રી સુધી પહોંચ્યું હતું. જોકે અર્નબ વાવાઝોડાની અસરને પગલે આજે સવારના સમયે હળવા વરસાદની શક્યતા છે. દિવસના સમયે તાપમાન ઘટે એવી શક્યતા છે, જ્યારે રાતના સમયે તાપમાન ઘટીને ૨૬ ડિગ્રીની આસપાસ રહે અને મુંબઈગરાને ગરમીથી થોડીક રાહત મળે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2026 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK