Mumbai Crime: બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડ શાનુને દિવાલ સાથે પટકી હતી. આ ધક્કો એટલો જોરથી વાગ્યો હતો કે શાનુ તે જ મૃત્યુ પામીને નીચે ઢળી પડી હતી.
હત્યાની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- શાનુ કાંદિવલીના અશોકનગર વિસ્તારમાં ઘરગથ્થુ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી
- બંને નેપાળનાં રહેવાસી હતાં
- નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેને મૃત જાહેર કરાઇ
મુંબઈમાંથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અહીં ગર્લફ્રેન્ડની બર્થ ડેની ઉજવણી કરવા માટે આવેલા તેના બોયફ્રેન્ડે હત્યા (Mumbai Crime) કરી હોવાની ઘટના બની છે. કાંદિવલી વિસ્તારમાં આ ઘટના બાદ ચકચાર મચી જવા પામી છે.
જાણો સમગ્ર મામલો
ADVERTISEMENT
જે યુવતીની હત્યા કરવામાં આવી છે તેનું નામ હેમકુમારી મોતીરામ ભટ ઉર્ફે શાનુ હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેને મારનાર આરોપી બોયફ્રેન્ડનું નામ ડંબર બહાદુર ખડકે વિશ્વકર્મા તરીકે સામે આવ્યું છે. જેનીં ઉંમર ૩૦ વર્ષની હતી. આ હત્યાના સંબંધમાં પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
બંને નેપાળનાં વતની હતા? મુંબઈમાં શું કરતાં હતા?
પ્રાપ્ત અહેવાલ અનુસાર શાનુ નેપાળની વતની છે અને તે કાંદિવલીના અશોકનગર વિસ્તારમ ઘરગથ્થુ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. તો બીજી બાજુ ડામ્બર બહાદુર એ સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. તે પણ નેપાળનો જ વતની છે.
આ બંને થોડા મહિના પહેલા જ સોશિયલ મીડિયા દ્વારા એકબીજાનાં પરિચયમાં આવ્યા હતા. બંને વચ્ચે પ્રેમ થઈ જતાં છેલ્લા છ મહિનાથી તેઓ રિલેશનશિપમાં પણ રહેતા હતા. બન્યું એવું કે 14મી એપ્રિલે શાનુનો જન્મદિવસ હતો. તે પોતાનો જન્મદિવસ તેના બોયફ્રેન્ડ સાથે સેલિબ્રેટ કરવા ઇચ્છતી હતી.
૧૪મી તારીખે તે પોતાનો બર્થડે ઉજવી શકે એ માટે શનિવારે 13 એપ્રિલની સાંજે તે બોયફ્રેન્ડનાં ઘરે રોકાવા માટે આવી ગઈ હતી. આ સમયે તેની માતા ઘરે હાજર હતી. એવું પણ કહેવાય છે કે બંનેએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો અને રાત્રે મદ્યપાન પણ કર્યું હતું. થોડીકવારમાં જ બંનેની વચ્ચે કોઈ નજીવા કારણસર ઉગ્ર ઝઘડો શરૂ થઈ ગયો. ત્યારે ગુસ્સે ભરાયેલા ડામ્બર બહાદુરે તેની ગર્લફ્રેન્ડ શાનુને દિવાલ અથડાવી હતી. આ ધક્કો એટલો જોરથી વાગ્યો (Mumbai Crime) હતો કે શાનુ તે જ સમયે ઢળી પડી હતી.
હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી, પણ
પોલીસને આ મામલાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તેઓએ બેભાન (Mumbai Crime) અવસ્થામાં પડેલી શાનુને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય કરીને દાખલ કરાવી હતી. પણ કમનસીબે તેને ત્યાં મૃત જાહેર કરવામાં આવી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર તેને માથામાં ગંભીર ઈજા થવાને કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને બાદમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા કરવામાં આવી છે કાર્યવાહી
આરોપી (Mumbai Crime) ડંબર બહાદુર આ ઘટના બાદ નાસી છૂટયો હતો. પણ ફરાર થયેલા ડંબર બહાદુરની શોધખોળ પોલીસે શરૂ કરી દીધી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે થોડા જ કલાકોમાં ડંબર બહાદુરની ધરપકડ કરી હતી. આ મામલે સમતાનગર પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.