કલ્યાણમાં રહેતી ૨૪ વર્ષની ઍરહૉસ્ટેસ સાઇબર-ફ્રૉડનો ભોગ બનતાં તેણે ૯.૯૩ લાખ રૂપિયા ગુમાવ્યા હતા. ઍરહૉસ્ટેસે ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘૨૩ નવેમ્બરે મને એક અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો હતો.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કલ્યાણમાં રહેતી ૨૪ વર્ષની ઍરહૉસ્ટેસ સાઇબર-ફ્રૉડનો ભોગ બનતાં તેણે ૯.૯૩ લાખ રૂપિયા ગુમાવ્યા હતા. ઍરહૉસ્ટેસે ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘૨૩ નવેમ્બરે મને એક અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તમે મોકલાવેલું પાર્સલ ડિલિવર નથી થયું. મેં કહ્યું હતું કે મેં કોઈ પાર્સલ મોકલાવ્યું નથી. એ પછી તેણે વિડિયો-કૉલ કર્યો અને કહ્યું કે તમારું નામ મની લૉન્ડરિંગ કેસમાં સંડોવાયું છે અને એ માટે તમારી ધરપકડ કરવામાં આવશે. એમ કહીને મને ડરાવવામાં આવી. એ પછી કૉલ કરનારે મને કેટલીક લિન્ક મોકલી હતી અને મને ધમકાવીને ૯.૯૩ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.’
જ્યારે ઍરહૉસ્ટેસને જાણ થઈ કે તેની સાથે છેતરપિંડી થઈ છે ત્યારે તેણે કલ્યાણ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ કરતાં એ રૂપિયા જે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એની વિગત ચકાસતાં એ ખાતું આઉટ ઑફ ઇન્ડિયાનું હોવાનું જણાયું હતું. પોલીસે છેતરપિંડીનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.