કેસની વધુ તપાસ ચાલી રહી છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કાર્યરત કસ્ટમ્સે પાકી માહિતીના આધારે બુધવારે રાતે બૅન્ગકૉકથી અલગ-અલગ ફ્લાઇટમાં આવેલા પાંચ પ્રવાસીઓની હાઇડ્રોપોનિક (પાણીમાં ઉગાડેલો) ગાંજો લાવવા બદલ ધરપકડ કરી હતી અને તેમની પાસેથી કુલ મળીને ૪૩ કિલો જેટલો ૪૩ કરોડ રૂપિયાનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો. આમાંના ત્રણ પૅસેન્જર પાસેથી જ ૩૩.૮૮૮ કિલો ગાંજો મળી આવ્યો હતો, જ્યારે થાઈ ઍરમાં પ્રવાસ કરીને આવેલા અન્ય બે પૅસેન્જર પાસેથી ૯.૦૧૦ કિલો આ જ પ્રકારનો ગાંજા જપ્ત કરવામાં આવ્યો હતો. આ તમામ પૅસેન્જરો સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. કેસની વધુ તપાસ ચાલી રહી છે.


