Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં ડિજિટલ લૂંટારાઓ બન્યા બેફામ : પ્રથમ ચાર મહિનામાં સાઇબર ક્રાઇમના કેસમાં ૩૮ ટકાનો ઉછાળો

મુંબઈમાં ડિજિટલ લૂંટારાઓ બન્યા બેફામ : પ્રથમ ચાર મહિનામાં સાઇબર ક્રાઇમના કેસમાં ૩૮ ટકાનો ઉછાળો

Published : 04 June, 2026 07:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે ૧૫૩૨ સાઇબર ગુના નોંધાયા, ઑનલાઇન ચીટિંગના ૮૬૪ કેસ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં ટેક્નૉલૉજીના વધતા વપરાશ સાથે સાઇબર ગુનેગારોની સક્રિયતા પણ ચિંતાજનક સ્તરે વધી ગઈ છે. મુંબઈ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ ૨૦૨૬ના પ્રથમ ૪ મહિનામાં મુંબઈમાં સાઇબર ગુનાઓમાં ગયા વર્ષની સરખામણીએ ૩૮ ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે. આ સમયગાળા દરમ્યાન ઑનલાઇન ફ્રૉડ, શૅરબજારમાં રોકાણના બહાને સ્કૅમ અને ક્રેડિટ/ડેબિટ કાર્ડના ફ્રૉડના સૌથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે.

ડેટા મુજબ આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે કુલ ૧૫૩૨ સાઇબર ગુના નોંધાયા છે, જે ગયા વર્ષે આ જ ગાળામાં ૧૧૦૬ હતા. આ ૧૫૩૨ કેસમાંથી પોલીસ માત્ર ૨૬૩ કેસનો જ ભેદ ઉકેલી શકી છે અને આ મામલે ૧૭૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.



૧૩ પ્રકારના ફ્રૉડ
મુંબઈ પોલીસે ઑનલાઇન ફ્રૉડના ગુનાઓને ૧૩ અલગ-અલગ શ્રેણીઓમાં વહેંચ્યા છે. આ વર્ષે ઑનલાઇન ચીટિંગના કુલ ૮૬૪ કેસ નોંધાયા છે, જેમાં મુખ્યત્વે શૅરબજાર ઇન્વેસ્ટમેન્ટ ફ્રૉડના સૌથી વધુ ૧૬૩ કેસ અને સામાન્ય રોકાણ ફ્રૉડના ૫૮ કેસ નોંધાયા છે. આ ઉપરાંત સરકારી અધિકારી તરીકે ઓળખ આપીને છેતરપિંડી કરવાના ૪૩ કેસ, નકલી વેબસાઇટ બનાવીને ફ્રૉડ કરવાના ૪૨ કેસ અને નોકરી અપાવવાના નામે છેતરપિંડીના ૩૬ કેસ પોલીસે નોંધ્યા છે.
આ સિવાય ઑનલાઇન ખરીદી, લોન ફ્રૉડ, કસ્ટમ્સ/ગિફ્ટ ફ્રૉડ અને ક્રિપ્ટોકરન્સી ફ્રૉડના કેસો પણ સામેલ છે. આ ૮૬૪ કેસમાંથી પોલીસે ૧૨૨ કેસ ઉકેલીને ૧૦૯ લોકોની ધરપકડ કરી છે.
ઑનલાઇન ચીટિંગ સિવાય ડિજિટલ પ્લૅટફૉર્મ પર ફિશિંગ, સોશ્યલ મીડિયા મૉર્ફિંગ, ક્રેડિટ કાર્ડ ફ્રૉડ, હૅકિંગ અને નકલી વેબસાઇટના કેસમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. પૉર્નોગ્રાફી, અશ્ળીલ મેસેજ/પોસ્ટ, જૉબ ફ્રૉડ, મૅટ્રિમોનિયલ ફ્રૉડ, ક્રિપ્ટોકરન્સી અને સેક્સટૉર્શનના કેસોમાં ગયા વર્ષની સરખામણીએ થોડો ઘટાડો નોંધાયો છે.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK