Mumbai Fire News: બીજા માળે આવેલ રૂમ નંબર ૨૦૩માં આગ લાગી હતી. ધીમેધીમે આ આગ ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન, એસી યુનિટ, એચઓયુ વગેરેમાં ફેલાઈ હતી.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં આગના હાદસાઓની જાણે વણઝાર (Mumbai Fire News) જ લાગી છે. છેલ્લા અનેક દિવસોથી નાની-મોટી આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. હવે આજે સવારે ગોરેગાંવમાં એક રહેણાંક ઈમારતમાં વહેલી સવારે મોટી આગ ભભૂકી ઊઠી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ આ બાબતે જે માહિતી આપી છે તે પ્રમાણે આ ઘટના અતુલ કોઓપરેટિવ સોસાયટીમાં બની છે. આ ઘટનાસ્થળ વિષે વાત કરવામાં આવે તો હાદસો અતુલ સોસાયટીમાં બન્યો છે. જે સિદ્ધાર્થ નગરમાં વિવેક કૉલેજ પાસે આવેલી છે.
ફાયર વિભાગના અધિકારીઓએ આ મામલે જણાવ્યું હતું કે આગ (Mumbai Fire News) સ્ટિલ્ટ-પ્લસ-સાત માળની ઈમારતના બીજા માળે લાગી હતી. બીજા માળે આવેલ રૂમ નંબર ૨૦૩માં આગ ભડકે બળવા લાગી હતી. ધીમેશીમે આ આગ ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન, એસી યુનિટ, એચઓયુ વગેરેમાં ફેલાઈ હતી. જોકે, અથાક પ્રયત્ન બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો. અને સવારે ૪.૧૫ સુધીમાં તો સંપૂર્ણરીતે આગ ઓલવી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
આ હાદસા (Mumbai Fire News)માં બે રહેવાસીઓને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ છે. ૬૫ વર્ષનાં રમીલાબહેન સહા અને ૪૦ વર્ષના ક્રુણાલ સહાને આ આગના ભયંકર ધુમાડાને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગી હતી. ત્યારબાદ બંનેને કોકિલાબેન હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર્સ સતત તેમની તબિયત પર નજર રાખી રહ્યા છે અને તે બન્નેની સ્થિતિ સ્થિર હોવાની માહિતી મળી રહી છે. અધિકારીઓએ આ મામલે જણાવ્યું હતું કે હાલમાં આ ઘટનાની તપાસ ચાલી રહી છે અને પ્રાથમિક અહેવાલો સૂચવી રહ્યા છે કે આ આગ મોટેભાગે તો ઇલેક્ટ્રિક ફોલ્ટ થવાને કારણે જ ફેલાઈ હોવી જોઈએ. જોકે, આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં બુધવારના દિવસે જ આગ લાગી હોય એવી આ બીજી ઘટના છે. આજે દક્ષિણ મુંબઈના ક્રોફર્ડ માર્કેટમાં પણ ભીષણ આગ ફાટી નીકળી હતી. આજે જ વહેલી વહેલી સવારે દક્ષિણ મુંબઈમાં જાણીતા ક્રોફર્ડ માર્કેટ ખાતે અમુક દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. એમ જે તે વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, એમ તેમણે જણાવ્યું હતું. આ સાથે જ અધિકારીઓએ જણાવ્યું હતું કે એલટી રોડ પર સ્થિત બજારમાં મોડી રાત્રે લગભગ ૨.૧૩ કલાકે વાગ્યે આગ લાગી હોવાની સૂચના મળી હતી. આગને કારણે ઇલેક્ટ્રિક વાયરિંગ અને ઇન્સ્ટોલેશન, એસી યુનિટ, ટીવી સેટ, સીલિંગ ફેન, સીસીટીવી કેમેરા, લાકડાનું ફર્નિચર અને પેટ ફૂડ તેમ જ પ્લાસ્ટિકની શીટ્સને નુકસાન થયું હતું
ફાયર બ્રિગેડ (Mumbai Fire News)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે આગ સવારે ચાર વાગ્યાની આસપાસ ઓલવાઈ તે પહેલાં બજારની કેટલીક દુકાનોને નુકસાન થયું હતું.

