સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક પોસ્ટ શૅર કરવામાં આવી છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ટિકિટ હોવા છતાં એક પ્રવાસીને ટીસીએ દંડ ફટકાર્યો હતો. પોસ્ટ મુજબ ૧૨ જુલાઈના, એક યુવાન તાજેતરમાં જ બંગાળથી મુંબઈ સ્થળાંતરિત થયો હતો.
મુંબઈ લોકલ અને વાયરલ પોસ્ટ
ટ્રેનોમાં વગર ટિકિટે ટ્રાવેલ કરનાર મુસાફરો સામે રેલવે પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. ટિકિટ ચૅકર (TC) દ્વારા ખુદાબક્ષ પ્રવાસીઓને પકડીને તેની પાસેથી દંડ વસૂલવામાં આવે છે. જોકે કેટલીક વખત એવા કિસ્સા બન્યા છે જેમાં ટીસી દ્વારા પ્રવાસીઓને ખોટી રીતે હેરાન કરવાની અને ડરાવવાની ઘટના પણ બની છે. તાજેતરમાં મુંબઈમાં બનેલા આવા જ એક કિસ્સાની ચર્ચા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક પોસ્ટ શૅર કરવામાં આવી છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ટિકિટ હોવા છતાં એક પ્રવાસીને ટીસીએ દંડ ફટકાર્યો હતો. પોસ્ટ મુજબ ૧૨ જુલાઈના, એક યુવાન તાજેતરમાં જ બંગાળથી મુંબઈ સ્થળાંતરિત થયો હતો, તેને મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે એક આઘાતજનક અનુભવનો સામનો કરવો પડ્યો. તે મુલુંડથી ચેમ્બુર જવા માટે ટ્રેનમાં ટિકિટ સાથે ચઢ્યો હતો. આ નિયમિત મુસાફરી ટેનની માટે એક આઘાતજનક ઘટનામાં ફેરવાઈ ગઈ જેણે તેને અપમાનિત કરી હચમચાવી નાખ્યો.
રેડિટ યુઝરે પોતાના મિત્ર સાથે બનેલી ઘટના જણાવતાં કહ્યું “કુર્લા સ્ટેશન પર, એક ટિકિટ ચેકર (TT) ટ્રેનમાં ચઢી ગયો અને ટિકિટ તપાસવાનું શરૂ કર્યું. ટીસીએ મારા મિત્ર પહેલાં, એક મહિલાને તેની ટિકિટ બતાવવા કહ્યું જોકે આ મહિલાએ ટિકિટ શોધવાનો ઢોંગ કર્યો અને ટ્રેનમાંથી ઉતરી ત્યાંથી ભાગી ગઈ. તે બાદ અચાનક, ટીસીએ મારા મિત્રની કૉલર પકડી લીધી અને તેના પર મહિલા સાથે મિલીભગતનો આરોપ મૂક્યો. તેના પર આ મહિલા સાથે મુસાફરી કરવાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો અને તેને કહેવામાં આવ્યું કે તેણે તેના માટે દંડ ચૂકવવો પડશે. મારા મિત્રએ શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે મહિલાને ઓળખતો નથી અને તેની પાસે માન્ય ટિકિટ છે, પરંતુ ટીસી અડગ રહ્યો. તેની વિનંતીઓને અવગણીને, ટીસીએ તેને મરાઠીમાં ધમકાવવાનું શરૂ કર્યું. મારા મિત્રને મરાઠી નથી આવડતું, આ સાથે ટીસીએ તેને માર પણ માર્યો.”
ADVERTISEMENT
Falsely accused and fined on a Mumbai local train – left him traumatized
byu/Last_Reception_8649 inindianrailways
તેણે વધુમાં ઉમેર્યું કે “હેરાનગતિનો અંત આટલેથી આવ્યો નહીં. સ્ટેશન પર, ટીસીએ વધુ સ્ટાફ સભ્યોને બોલાવ્યા. પરિસ્થિતિને યોગ્ય રીતે ઉકેલવાને બદલે, તેમના જૂથે મારા મિત્રને ઘેરી તેને ધમકાવ્યો, બૂમો પાડી અને જાહેરમાં તેનું અપમાન કર્યું. તેની માન્ય ટિકિટ બતાવવા છતાં, તેઓએ દંડ ભરવા દબાણ કર્યું. તેઓએ પહેલા તાત્કાલિક રોકડની માગણી કરી, પરંતુ જ્યારે મારા મિત્રએ ટિકિટનો આગ્રહ રાખ્યો, ત્યારે તેઓએ અનિચ્છાએ એક આપી, તેની પાસેથી 320 રૂપિયા વસૂલ્યા. આ આખી અગ્નિપરીક્ષાએ મારા મિત્રને નિર્દોષ હોવા છતાં ગુનેગાર જેવો અનુભવ કરાવ્યો. ટીટી દ્વારા સત્તાના દુરુપયોગ અને ધાકધમકીનો સ્પષ્ટ કેસ હતો. મારા મિત્ર પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો હતો, પરંતુ તેને જાહેરમાં શરમજનક, અપમાનિત અને તેણે ન કરેલા કામ માટે દંડ ભરવાની ફરજ પાડવામાં આવી હતી.”
“આવી ઘટનાઓ સત્તાના દુરુપયોગ અને જવાબદારીના અભાવ અંગે ગંભીર ચિંતા ઉભી કરે છે. મારો મિત્ર, જે તાજેતરમાં જ તેની પહેલી નોકરી માટે મુંબઈ ગયો હતો, તે આઘાતમાં છે. આવી ઘટનાઓની જાણ કરવી અને જવાબદાર ટીટીને જવાબદાર ઠેરવવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે,” તેણે લખ્યું.
આવી ઘટના બને તો કાયદેસર રીતે શું કરી શકાય?
૧. રેલવે અધિકારીઓને ફરિયાદ કરો: તમે ઘટનાની વિગતો અને દંડની રકમ આપીને રેલવે પોલીસ અથવા રેલવે ફરિયાદ સેલને ઘટનાની જાણ કરી શકો છો.
૨. રેલવે અધિકારીનો સંપર્ક કરો: રેલવે સ્ટાફ દ્વારા ઉત્પીડન અથવા દુર્વ્યવહાર અંગેની કોઈપણ ફરિયાદ માટે, રેલવે તપાસ કરી શકે છે અને યોગ્ય પગલાં લઈ શકે છે.
૩. કાનૂની કાર્યવાહી: જો ઘટનામાં શારીરિક હુમલો, ઉત્પીડન અથવા સત્તાનો દુરુપયોગ સામેલ હોય, તો કાનૂની કાર્યવાહી કરી શકાય છે. ગ્રાહક અથવા ફોજદારી કાયદામાં નિષ્ણાત વકીલની સલાહ લેવાથી ઉપલબ્ધ વિકલ્પો સ્પષ્ટ કરવામાં મદદ મળશે.
રેલવે સ્ટાફ દ્વારા આવા વર્તનને પડકાર્યા વિના છોડી શકાય નહીં, અને મુસાફરો માટે તેમના અધિકારો માટે ઉભા રહેવું જરૂરી છે.

