Mumbai News: આ ભાઈ બિલ્ડીંગના ૧૮મા માળે એલિવેટર નજીકના ખૂણામાં જાજરૂ કરવા માટે બેઠા. તે દરમિયાન તેમનો પગ લપસી ગયો હતો
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાંથી દર્દનાક સમાચાર (Mumbai News) સામે આવ્યા છે. સન્ડેના દિવસે ૫૫ વર્ષીય એક ભાઈ જાજરૂ કરવા માટે ૧૮ માળની બિલ્ડીંગના શાફ્ટમાં બેઠા હતા. ત્યાંથી પગ લપસી જતાં તેમનું મોત નીપજ્યું છે.
આ વ્યક્તિનું નામ પ્રકાશ શિંદે તરીકે સામે આવ્યું છે. રીપોર્ટ પ્રમાણે પ્રકાશ શિંદે પોતાના કોઈ સગાવ્હાલાને મળવા માટે અહીં આવ્યા હતા. તેઓનું પેટ ખરાબ હતું. તેઓને ત્વરિત જાજરૂ જવાની ફરજ પડી. પણ તે સમયે ઘરના શૌચાલયમાં બીજી કોઈ વ્યક્તિ હોવાથી તેઓ પોતાને રોકી શક્યા નહીં. અને તે બહાર દોડી ગયા હતા. બિલ્ડીંગના ૧૮મા માળે એલિવેટર નજીકના ખૂણામાં જાજરૂ કરવા માટે બેઠા. તે દરમિયાન તેમનો પગ લપસી ગયો હતો અને બેલેન્સ ગુમાવ્યું હતું. તેઓ ત્યાંથી છેક ગ્રાઉન્ડ ફ્લોર પર નીચે પડ્યા હતા. તેઓનું પડતાંની સાથે જ મોત નીપજ્યું હતું. તેઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તેઓએ દમ તોડી નાખ્યો હતો. આરએકે રોડ પોલીસે આ કેસમાં શિંદેની પત્ની અને અન્ય લોકોના નિવેદનો પણ લીધા છે. જોકે આ કેસમાં કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું. આખરે પોલીસે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો છે.
ADVERTISEMENT
ક્યારે બની હતી આ ઘટના?
પોલીસે આ મામલે (Mumbai News) વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે 13 જુલાઈના રોજ વહેલી સવારે 3:45 વાગ્યે આ ઘટના બની. આ ઘટના બિલ્ડિંગના સીસીટીવી કેમેરામાં પણ કેપ્ચર થઇ છે. જેમાં જોઈ શકાય છે કે શિંદેને જોરથી ટોઇલેટ લાગતાં તેઓ અસ્વસ્થતા અનુભવી રહ્યાં છે. આકળવિકળ થયેલા શિંદે પોતાના ફ્લેટની બહારના કોરિડોરમાં આવે છે. ત્યાં તેઓ પોતાનું બેલેન્સ ગુમાવે છે અને છેક નીચે પડી જાય છે.
ફાયર બ્રિગેડ આવ્યા બાદ કેઈએમમાં લઇ જવાયા પણ બચી ન શક્યા
Mumbai News: રહેવાસીઓએ તેઓને નીચે ખાડામાંથી ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડની મદદથી પોલીસે તેને બહાર કાઢવામાં મદદ કરી હતી. ત્યારબાદ તેઓને KEM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા. પોલીસે શિંદેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને તપાસ શરૂ કરી છે.
બિલ્ડીંગનું કામ કેમ પેન્ડીંગ હોવાની જાણકારી
જોકે, તમને જણાવી દઈએ કે અહીં મકાનનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને રહેવાસીઓ પણ પોતાના ફ્લેટમાં રહેવા ચાલી ગયા છે. છતાં લિફ્ટના ઈંસ્ટોલેશનનું કામ હજી બાકી છે. લિફ્ટ પાસેનો ખુલ્લો વિસ્તાર હોવાથી આ બનાવ બન્યો છે માટે સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો છે. બનેલા આ દુ:ખદ બનાવ (Mumbai News)માં રફી અહમદ કિડવઈ (આરએકે) માર્ગ પોલીસે આ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

