એ માણસ ક્યાં રહેતો હતો કે કોણ હતો એ સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી છે
માણસે ટ્રેન ઊભી રહે એ પહેલાં ચડવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેનું સંતુલન ગયું અને તે પ્લૅટફૉર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગયો હતો
ઘાટકોપર સ્ટેશને ગઈ કાલે સાંજે એક કરુણ ઘટના બની હતી. રેલવે કન્ટ્રોલના જણાવ્યા અનુસાર સાંજે ૭.૫૮ વાગ્યે થાણે તરફ જતી સ્લો લોકલ ટ્રેન પ્લૅટફૉર્મ-નંબર એક પર આવી ત્યારે ૫૦ વર્ષના એક માણસે ટ્રેન ઊભી રહે એ પહેલાં ચડવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેનું સંતુલન ગયું અને તે પ્લૅટફૉર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગયો હતો. જોકે એ પછી ટ્રેન ઊભી રહી ગઈ હતી. સ્ટેશન પર ફરજ બજાવતી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) ત્યાં પહોંચી ગઈ હતી. એ વ્યક્તિને સાંકડી જગ્યામાંથી બહાર કાઢીને રાજાવાડી હૉસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત્યુ પામેલી જાહેર કરી હતી. એ માણસ ક્યાં રહેતો હતો કે કોણ હતો એ સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી છે.

