Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માની ગયા મરદ માણસોને!

માની ગયા મરદ માણસોને!

Published : 08 August, 2026 08:32 AM | Modified : 08 August, 2026 08:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકલ ટ્રેનના જનરલ ડબ્બામાં એક માથાફરેલે મહિલાને લાફો મારી દીધો, ગાળો આપી, મારવા માટે બેલ્ટ કાઢ્યો ત્યારે આસપાસના લોકો તમાશો જોતા બેસી રહ્યા : રેલવે પોલીસે ૧૨ કલાકમાં આરોપીને શોધીને ધરપકડ કરી

મહિલા પર હાથ ઉપાડ્યા પછી બેલ્ટ કાઢતો આરોપી

મહિલા પર હાથ ઉપાડ્યા પછી બેલ્ટ કાઢતો આરોપી


મુંબઈની લોકલ ટ્રેનમાં હિંસાના વધતા બનાવો વચ્ચે એક મહિલા પ્રવાસીને એક પુરુષ પ્રવાસીએ બેલ્ટ કાઢીને મારવાની ધમકી આપી હોવાની અને એક તમાચો પણ મારી દીધો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના પાંચમી ઑગસ્ટે ગોરેગામથી-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) જતી લોકલમાં સાંજે ૫.૩૫ વાગ્યે બની હતી. જોકે આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ગુરુવારે વાઇરલ થયો હતો.

વિડિયોમાં ૩૬ વર્ષનો આરોપી રિઝવાન અહમદ ઉગ્ર થઈને ડોલી સાહુ નામની મહિલા પ્રવાસીને ગંદી ગાળો ભાંડતો જોવા મળે છે. આ મામલે અંધેરી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) દ્વારા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરીને રિઝવાન અહમદને ૧૨ કલાકમાં જ શોધીને તેની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી અંધેરી GRPએ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રિઝવાનને આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે.



જોકે નવાઈની બાબત એ છે કે એક મહિલા પ્રવાસી સાથે હિંસા થઈ રહી હોવા છતાં આસપાસ બેસેલા બધા જ અન્ય પ્રવાસીઓ આ મામલે આરોપીને રોકવાનો કે મહિલાને બચાવવાનો પ્રયાસ નથી કરતા.


મળેલી માહિતી મુજબ મહિલા પ્રવાસી સીટ પર સૂતી હોવાના કારણે આરોપીએ તેની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. જોકે બેસવા માટે બાકી બધી સીટ ખાલી હોવા છતાં આરોપી મહિલા સાથે માથાકૂટ કરે છે અને વાત વધતાં તેને લાફો મારે છે અને તેને બેલ્ટ ઉતારીને વધુ મારવાની ધમકી પણ આપે છે તથા ગંદી ગાળો પણ આપે છે. 
આ ઘટના બાદ મુંબઈની લોકલ ટ્રેનમાં વધતી હિંસાનો પ્રશ્ન ફરી સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં જ બાવીસ વર્ષના મયંક લોહારની એક દારૂ પીધેલી વ્યક્તિએ વરસાદ દરમ્યાન ટ્રેનનો દરવાજો બંધ કરવા બાબતે થયેલા વિવાદના પગલે ચાકુ મારીને હત્યા કરી હતી. 

૩૦ વખત પોલીસને ફોન કર્યો, આખરે પોલીસ-સ્ટેશન જઈને ફરિયાદ કરવી પડી


હિંસાનો ભોગ બનનારી ડોલી સાહુ જણાવે છે કે ‘જ્યારે મારા પર હુમલો થઈ રહ્યો હતો ત્યારે જ મેં પોલીસને ફોન કર્યો હતો. જોકે પોલીસ મદદ મોકલવાને બદલે મને સતત ફોન કરતી રહી અને મને સવાલો પૂછતી રહી. સમયસર મદદ મોકલવામાં પોલીસ નિષ્ફળ રહી. મેં લગભગ ૩૦ વખત પોલીસને ફોન કર્યો હશે. આખરે મેં વડાલા પોલીસ-સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે પછીથી આ કેસ અંધેરી GRPને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો.’

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2026 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK