Mumbai Local Train: એક વ્યક્તિએ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ ત્રણ મુસાફરો પર છરી વડે હુમલો કર્યો હતો. જોકે, અન્ય લોકોએ તેને પકડ પાડ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
Mumbai Local Train: મુંબઈની લાઈફ લાઇન ગણાતી લોકલ ટ્રેનમાં અવારનવાર અસામાજિક તત્વો હુમલો કરતાં હોય છે. જેને કારણે પ્રવાસ કરનારા સામાન્ય લોકોને હાલાકી ભોગવવી પડે છે. તાજેતરમાં જ મુંબ્રા ખાતે એક વ્યક્તિએ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ ત્રણ મુસાફરો પર છરી વડે હુમલો કર્યો હતો. જોકે, અન્ય લોકોએ તેને પકડ પાડ્યો હતો અને ત્યારબાદ પોલીસને હવાલે કરી દીધો હતો. આ પ્રકારે અધિકારીએ પાસેથી માહિતી મળી છે.
કલ્યાણ-દાદર ફાસ્ટ ટ્રેનમાં બન્યો હતો બનાવ
ADVERTISEMENT
ડોમ્બિવલી રેલ્વે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કિરણ ઉંડ્રેએ આ મામલે જણાવ્યું હતું કે, આ ઘટના (Mumbai Local Train) બુધવારે સવારે 9.47 વાગ્યે કલ્યાણ-દાદર ફાસ્ટ ટ્રેનમાં થઈ હતી. સ્ટોપ પર ઊતરવાની દલીલ બાદ આ હુમલો કરવામાં આવ્યો હતો.
આ ઘટના સવારે 9:47 વાગ્યે કલ્યાણથી દાદર જતી ફાસ્ટ લોકલ ટ્રેનમાં (Mumbai Local Train) બની હતી. આ ઘટના મામલે મુસાફરોએ જણાવ્યું હતું કે હુસૈન નામના વ્યક્તિએ ધક્કો લાગવાના મુદ્દાને લઈને મુસાફરો સાથે દલીલ કરી હતી.
દલીલો ઉગ્ર બની અને છરીનો હુમલો થયો
આમ, આ ઘટના (Mumbai Local Train) પાછળ 19 વર્ષીય શેખ ઝિયા હુસૈનનું નામ સામે આવ્યું છે. તેણે મુંબ્રા સ્ટેશન પર અન્ય લોકોને ઊતારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં ફાસ્ટ ટ્રેનો થોભતી નથી. ત્યારે તેના આવા ગેરવર્તન બાદ અન્ય મુસાફરો સાથે તેની દલીલો થઈ હતી. લોકો સાથે તેની દલીલ ઉગ્ર બની ગઈ હતી, તે સતત તેમને નીચે ઉતારવા માટે દબાણ કરી રહ્યો હતો. આ લોકો વચ્ચે દલીલો એટલી ઉગ્ર બની ગઈ કે શેખ ઝિયા હુસૈને તેના બેગમાંથી ચાકુ કાઢ્યું હતું અને તેના વડે તેણે અન્ય મુસાફરો પર હુમલો કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર લોકલના અન્ય મુસાફરો અક્ષય વાઘ, હેમંત કાકરિયા અને રાજેશ ચાંગલાનીને ઈજા થઈ હતી. જોકે, તેણે આ રીતે ગેરવર્તન કર્યું ત્યારબાદ તરત જ હિંમત કરીને અન્ય મુસાફરોએ તેને દબોચી લીધો હતો. ત્યારબાદ તેને રેલવે સુરક્ષા દળની ટીમને સોંપવામાં આવ્યો હતો. ઘાયલ મુસાફરોએ ડોમ્બિવલી રેલવે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.
ડોમ્બિવલી રેલ્વે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કિરણ ઉંડ્રેએ વિશેષમાં (Mumbai Local Train) જણાવ્યું હતું કે, "શેખ ઝિયા હુસૈનના નામે અગાઉ કોઈપણ ગુનાહિત રેકોર્ડ નથી મળ્યા. આમ હોવા છતાં પણ અમને શંકા છે કે તે ડ્રગનું સેવન કરે છે. તે વ્યસની હોવાની અમને શંકા છે. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે."

