ઇન્ડિગોએ જણાવ્યું હતું કે અમારી ગ્રાઉન્ડ ટીમ ઍરપોર્ટ ઑફિસર્સ સાથે કામ કરીને સમસ્યાને ઝડપથી ઉકેલવામાં લાગી છે
ફાઇલ તસવીર
મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ટર્મિનલ 2 પર બૅગેજ બેલ્ટ સિસ્ટમમાં ખામી સર્જાતાં ઇન્ડિગો ઍરલાઇન્સે ગઈ કાલે ટ્રાવેલ ઍડ્વાઇઝરી ઇશ્યુ કરી હતી જેમાં મુસાફરોને ચેકઇન કાઉન્ટર પર અને લગેજ કલેક્ટ કરતી વખતે મોડું થઈ શકે છે એવી ચેતવણી આપી હતી.
ઇન્ડિગોએ જણાવ્યું હતું કે અમારી ગ્રાઉન્ડ ટીમ ઍરપોર્ટ ઑફિસર્સ સાથે કામ કરીને સમસ્યાને ઝડપથી ઉકેલવામાં લાગી છે. સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ઇન્ડિગોએ અસુવિધા અને તકલીફ બદલ પ્રવાસીઓની માફી માગી હતી. તાજેતરમાં બૅન્ગલોરમાં ગાઢ ધુમ્મસ અને લો વિઝિબિલિટીને કારણે ફ્લાઇટ ડિલેની ઍડ્વાઇઝરી વૉર્નિંગ પણ ઇન્ડિગોએ ઇશ્યુ કરી હતી.


