આરેથી આચાર્ય અત્રે ચોક સુધી ચાલતી અને ઍક્વા લાઇન તરીકે ઓળખાતી મેટ્રો ૩એ એક કરોડ ટ્રિપનો માઇલસ્ટોન અચીવ કર્યો છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની મેટ્રો અને મોનોરેલમાં મળીને એક જ દિવસમાં લગભગ ઑલમોસ્ટ ૧૦ લાખ પ્રવાસીઓ નોંધાયા હોય એવી ઘટના બાવીસ ઑગસ્ટે બની છે. પહેલી વાર મેટ્રો અને મોનો નેટવર્કમાં ૯,૯૦,૩૩૨ લાખ પ્રવાસીઓ નોંધાયા હતા જે ૧૦ લાખ પ્રવાસીઓના માઇલસ્ટોન નજીક પહોંચ્યું હતું.
વર્સોવાથી ઘાટકોપર જતી મેટ્રો 1માં સૌથી વધારે ૫,૬૬,૮૫૧ મુસાફરો નોંધાયા હતા. ૧૨ કિલોમીટરના માર્ગ પર ચાલતી આ લાઇનમાં પ્રતિ કિલોમીટર સરેરાશ ૪૭,૨૩૭ મુસાફરો નોંધાયા હતા. બીજા નંબરે દહિસર-અંધેરી-ગુંદવલી વચ્ચે ચાલતી મેટ્રો 2A અને 7માં ૩,૩૫,૦૬૯ મુસાફરો નોંધાયા હતા. ૩૫ કિલોમીટરના આ માર્ગ પર પ્રતિ કિલોમીટર સરેરાશ ૯૫૭૩ મુસાફરોએ મુસાફરી કરી હતી. આરે અને આચાર્ય અત્રે ચોક વચ્ચે ચાલતી મેટ્રો 3માં ૭૬,૧૭૭ મુસાફરો નોંધાયા હતા. ચેમ્બુરથી સંત ગાડગે મહારાજ ચોક વચ્ચે ચાલતી મોનોરેલમાં ૧૨,૨૩૫ મુસાફરોએ મુસાફરી કરી હતી એટલે કે ૨૦ કિલોમીટરના આ માર્ગ પર પ્રતિ કિલોમીટર સરેરાશ ૬૧૨ મુસાફરોએ મુસાફરી કરી હતી.
ADVERTISEMENT
મેટ્રો ૩ની એક કરોડ ટ્રિપ પૂરી
આરેથી આચાર્ય અત્રે ચોક સુધી ચાલતી અને ઍક્વા લાઇન તરીકે ઓળખાતી મેટ્રો ૩એ એક કરોડ ટ્રિપનો માઇલસ્ટોન અચીવ કર્યો છે.

