Mumbai News: એક બાળકને બચાવી લેવામાં યશ મળ્યો પરંતુ અન્ય બે બાળક વિવેક અને મનીષને બચાવી ન શકાયા. બંને બાળકો પ્રથમેશ નગરના રહેવાસી છે
પ્રતીકાત્મક તસવીર
Mumbai News: વિરારમાં આવેલ એક તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જ્યારે એક બાળકને બચાવી લેવામાં આવ્યું છે. ત્રણેય બાળકો બપોરની વેળાએ તળાવમાં નહાવા માટે ઊતર્યા હતા પરંતુ પાણી ઊંડું હશે તેવો ખ્યાલ ન રહેતા આ ત્રણેય બાળકો માટે તરવાનું પણ આકરું થઈ ગયું હતું.
બપોરના સમયે આ છોકરાઓ રમવા માટે આવ્યા હતા
ADVERTISEMENT
પાપડખિંડ ડેમ પાસે આવેલ ગાસ્પાડા વિસ્તારમાં આ તળાવ આવેલું છે ત્યાં આ દુર્ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર દસ વર્ષના વિવેક મુન્લાપુરી અને અગિયાર વર્ષના મનીષ સુતાર આ બંને બાળકોનું મોત થયું છે. અહેવાલ અનુસાર આ બંને બાળકો પ્રથમેશ નગરના રહેવાસી છે, વિરાર પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર આ ત્રણેય છોકરાઓ બપોરે તળાવમાં આવ્યા હતા.
સ્થાનિકોની મદદથી એકનો આબાદ બચાવ
પાણી ઊંડુ હોઇ તેઓ ડુબવા લાગ્યા (Mumbai News) હતા. તેઓની બૂમો સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેઓની મદદથી એક બાળકને બચાવી લેવામાં યશ મળ્યો પરંતુ અન્ય બે બાળક વિવેક અને મનીષને બચાવી ન શકાયા.
સર્ચ ઓપરેશન થકી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા
આ ઘટના બાદ તળાવમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન (Mumbai News)માં આ બંને બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહો તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા. પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને આ મામલે વધુ તપાસ આદરી છે.
થાણેમાં પાણીની ટાંકીમાં પડી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત
આવી જ એક અન્ય ઘટના (Mumbai News)ની વાત કરવામાં આવે તો થાણેના ઘોડબંદર રોડ પર એક રહેણાંક સોસાયટીની પાણીની ટાંકીમાં ત્રણ વર્ષનું બાળક પડી ગયું હતું. પાણી ભરેલી ટાંકીમાં પડી જવથી ત્યાં જ તે ડૂબી જતાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના 11 ફેબ્રુઆરીએ બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર છોકરો સોસાયટી પરિસરમાં રમી રહ્યો હતો, માતા કોઈ સંબંધીના ઘરે ગઈ હતી. આ બાળક એકલું એકલું જ રમી રહ્યું હતું. છોકરો રમતાં રમતાં તે આ પાણીની ટાંકીમાં ડૂબી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બાદ પરિવારજનો બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે છોકરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ દુર્ઘટના અંગે કાસારવડવલી પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

