Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૨૪ કલાક ઘરમાં રહેતી હાઉસહેલ્પની ચાલાકી પકડાઈ ગઈ

૨૪ કલાક ઘરમાં રહેતી હાઉસહેલ્પની ચાલાકી પકડાઈ ગઈ

Published : 28 October, 2026 09:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોનાના ‌સિક્કા, બીજી કીમતી વસ્તુઓ અને કૅશ મળીને કુલ ૨૫.૯૦ લાખ રૂ‌પિયાની મતા ચોરીને ખાલી પૅકેટ બાથરૂમની પાઇપમાં ફેક્યાં એમાં ચોરી પકડાઈ ગઈ, પાઇપમાં પાણી ભરાઈ ગયું અને ભાંડો ફૂટ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પવઈના હીરાનંદાની ગાર્ડન્સમાં એક ફ્લૅટમાં બાથરૂમની પાઇપમાં ફસાયેલા સોનાના સિક્કાના ૩ ખાલી પૅકેટો મળતાં ૨૫.૯ લાખ રૂપિયાની ચોરીનો પર્દાફાશ થયો છે. પવઈ પોલીસે પરિવારને ત્યાં ૨૪ કલાક રહેતી ૩૨ વર્ષની હાઉસહેલ્પ બબીતા​​દેવી યાદવની ધરપકડ કરી છે અને ઝારખંડ તથા રાંચીમાંથી ૨૫.૫૭ લાખ રૂપિયાનું ૨૯૯ ગ્રામ સોનું જપ્ત કર્યું છે.
આ ચોરીનો મામલો ૧૫ સપ્ટેમ્બરે સામે આવ્યો, જ્યારે હીરાનંદાની ગાર્ડન્સના ફ્લૅટમાં રહેતાં ૪૩ વર્ષનાં આરતી કંસારાને ખબર પડી કે તેમના બેડરૂમની કબાટમાં રાખેલી કીમતી વસ્તુઓ ગાયબ છે. બીજા દિવસે બાથરૂમની પાઇપમાં અવરોધ આવતાં પાણી ભરાઈ ગયું ત્યારે પરિવારની રસોઈ કરતી રેશમા સખારેએ પાઇપ તપાસી તો તેને HDFC બૅન્કના સોનાના સિક્કાનાં ૩ ખાલી પૅકેટો મળી આવ્યાં. આરતીએ આ પૅકેટોને ચોરાયેલા સિક્કાનાં પૅકેટો તરીકે ઓળખી કાઢ્યાં હતાં.
કેસના ઇન્વેસ્ટિગેશન ઑફિસર પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે માહિતી આપતાં કહ્યું હતું કે ‘બબીતા ​​લગભગ ૬ મહિનાથી આ ઘરમાં કામ કરતી હતી. પૂછપરછ દરમ્યાન તેનું વર્તન અને અસ્પષ્ટ જવાબોને કારણે શંકા વધુ ઘેરી બની. તે ચોવીસે કલાક ઘરમાં રહેતી હોવાથી ઘરની તમામ બાબતોથી વાકેફ હતી અને તેને ખબર હતી કે ચાવીઓ ક્યાં રાખવામાં આવે છે. વધુ કડક પૂછપરછ કરવામાં આવતાં તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે તપાસ કરીને બે સ્થળેથી આ સોનું શોધી કાઢ્યું હતું. ઝારખંડમાં બબીતાની કાકીના ઘર અને રાંચીના કોતવાલી પોલીસ-સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ઝવેરી પાસેથી ચોરીનો આ માલ જપ્ત કરવામાં આવ્યો હતો.’

ચોરાયેલી વસ્તુઓની યાદી
૧૦ ગ્રામ વજનના સોનાના ૨૦ સિક્કા
સોનાની ૮ બંગડીઓ, કાનની બુટ્ટીઓ, બ્રેસલેટ, ચેઇન અને મંગળસૂત્રો
રોકડ રકમ ૭ લાખ રૂપિયા



- ઐશ્વર્યા અય્યર


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK