Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧.૨ લાખ મોટરિસ્ટો પાસેથી લેવાયેલો ટોટલ ૫.૧૬ કરોડ રૂપિયાનો ટોલ રીફન્ડ થશે

૧.૨ લાખ મોટરિસ્ટો પાસેથી લેવાયેલો ટોટલ ૫.૧૬ કરોડ રૂપિયાનો ટોલ રીફન્ડ થશે

Published : 23 February, 2026 07:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અધિકારીઓએ ભાર મૂક્યો હતો કે અસરગ્રસ્ત વાહનચાલકોને વિલંબ વિના તેમના પૈસા મળે એની ખાતરી કરવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે

મુંબઈ-પુણે એક્સપ્રેસવે


મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ૩ ફેબ્રુઆરીએ ગૅસ-ટૅન્કરના અકસ્માત બાદ ૩૨ કલાકના ટ્રાફિક જૅમમાં ફસાયેલા લગભગ ૧.૨ લાખ મોટરિસ્ટો પાસેથી લેવાયેલા ટોલના કુલ ૫.૧૬ કરોડ રૂપિયા પાછા મળશે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC)એ લાંબા હાઇવે બ્લૉક દરમ્યાન કરવામાં આવેલા FASTag ડિડક્શનને ટૅલી કરીને ડિજિટલ રીફન્ડ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. ટૂંક સમયમાં મોટરિસ્ટોને ટોલ રીફન્ડ મળશે.

ખોપોલી નજીક ગૅસ-ટૅન્કર પલટી ખાધા પછી લગભગ ૩૨ કલાક સુધી ટ્રાફિક ગંભીર રીતે પ્રભાવિત રહ્યો હતો, જેમાં ૪૦થી ૫૦ કિલોમીટર સુધી વાહનોની લાઇન લાગી ગઈ હતી. હજારો પરિવારો, ઑફિસના મુસાફરો અને ટ્રાન્સપોર્ટરો હાઇવે પર એમાં અટવાયા હતા અને તેમને ખોરાક અને પીવાના પાણીની મર્યાદિત સુવિધા મળી હતી. શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે ઘણા મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધ નાગરિકોએ હાડમારી ઉઠાવવી પડી હતી. પરિસ્થિતિ બગડતી જોઈને અધિકારીઓએ ફસાયેલા વાહનચાલકો પરનો ભાર ઓછો કરવા માટે ટોલની વસૂલાતને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. MSRDCના અધિકારીઓએ કન્ફર્મ કર્યું છે કે અસરગ્રસ્ત વાહનચાલકોને કુલ ૫.૧૬ કરોડ રૂપિયા પાછા આપવામાં આવશે. આ રીફન્ડ મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને પુણે-બૅન્ગલોર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બન્ને પર વિક્ષેપ દરમ્યાન વસૂલ કરવામાં આવેલા ટોલ પર લાગુ થશે.



એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ટોલની વસૂલાત બંધ કરવા માટે સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી, પરંતુ કેટલાક કિસ્સામાં ટોલપ્લાઝા સંપૂર્ણપણે ખોલવામાં ન આવે ત્યાં સુધી ઑટોમેટેડ FASTag ડિડક્શન ચાલુ રહ્યું હતું. ત્યાર બાદ અધિકારીઓએ IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી વિગતવાર ડેટા કલેક્ટ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર બધું જ ઑટોમેટેડ કલેક્શન (FASTag) ઓળખી કાઢવામાં આવ્યું છે અને રીફન્ડની પ્રક્રિયા પહેલેથી જ શરૂ થઈ ગઈ છે. કાપવામાં આવેલી રકમ ડિજિટલ ચૅનલો દ્વારા આગામી અઠવાડિયામાં મોટરિસ્ટોના સંબંધિત FASTag ખાતામાં સીધી જમા કરવામાં આવશે. અધિકારીઓએ ભાર મૂક્યો હતો કે અસરગ્રસ્ત વાહનચાલકોને વિલંબ વિના તેમના પૈસા મળે એની ખાતરી કરવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK