અકસ્માત બાદ નોએલ તાતાએ કૂતરાના ખબરઅંતર પૂછવા માટે મુલાકાત લીધી હતી
ગુરુવારે સાંજ સુધીમાં શ્વાનની સ્થિતિ સારી હતી
ઇન્ડસ્ટ્રિયલિસ્ટ રતન તાતાના બીજા મૃત્યુદિનના એક દિવસ પહેલાં એટલે કે ગુરુવારે ૮ ઑક્ટોબરે મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલી તાતા ગ્રુપની હેડ ઑફિસ બૉમ્બે હાઉસની બહાર એક કાર-અકસ્માતમાં તેમનો પ્રિય પાળતુ કૂતરો ‘ગોવા’ ઘાયલ થયો હતો. આ કૂતરાને બિલ્ડિંગની અંદર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં એને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને અહેવાલો અનુસાર સાંજ સુધીમાં તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો હતો. અકસ્માત બાદ નોએલ તાતાએ કૂતરાના ખબરઅંતર પૂછવા માટે મુલાકાત લીધી હતી. ગુરુવારે સાંજ સુધીમાં શ્વાનની સ્થિતિ સારી હતી. જોકે અહેવાલ છે કે જ્યારે એના ઘાયલ પંજાને સ્પર્શ કરવામાં આવતો ત્યારે એ દર્દથી કણસતો હતો.
