Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યુઝ શોર્ટમાં: મુંબઈમાં મંગળવાર રહ્યો સીઝનનો સૌથી ઠંડો દિવસ

ન્યુઝ શોર્ટમાં: મુંબઈમાં મંગળવાર રહ્યો સીઝનનો સૌથી ઠંડો દિવસ

Published : 19 November, 2025 08:03 AM | Modified : 19 November, 2025 08:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાહનોનો ધુમાડો, કન્સ્ટ્રક્શન સાઇટના સિમેન્ટ-રેતીના રજકણો, બૅકરી વગેરેમાંથી નીકળતો ધુમાડો પ્રદૂષણ વધારે છે.

ધુમ્મસમાં ઢંકાયેલાં શિવડીનાં બિલ્ડિંગ્સ. તસવીર: શાદાબ ખાન

ધુમ્મસમાં ઢંકાયેલાં શિવડીનાં બિલ્ડિંગ્સ. તસવીર: શાદાબ ખાન


મુંબઈમાં ધીમે પગલે થઈ ગઈ છે શિયાળાની શરૂઆત. ઠંડા પવનની લહેર સાથે ધુમ્મસ ઓઢેલી સવાર અને ચાદર ઓઢીને સૂવું પડે એવી રાતની ઠંડક સાથે ગઈ કાલે મુંબઈ સૌથી ઠંડું રહ્યું હતું. મંગળવારે મુંબઈમાં તાપમાનનો પારો ૧૭.૪  ડિગ્રી સુધી નીચો ગયો હતો તો બીજી બાજુ ઠંડી હવા નીચે રહેતા મુંબઈના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું હતું. મુંબઈનો સરેરાશ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૧૭૦ નોંધાયો હતો. વાહનોનો ધુમાડો, કન્સ્ટ્રક્શન સાઇટના સિમેન્ટ-રેતીના રજકણો, બૅકરી વગેરેમાંથી નીકળતો ધુમાડો પ્રદૂષણ વધારે છે.

મુંબઈના ફ્લાયઓવરનું રીસર્ફેસિંગ કરાશે



મંત્રાલયમાં ગઈ કાલે મુંબઈના બધા જ ફ્લાયઓવરની હાલની સ્થિતિ અને એના સમારકામનો અંદાજ લેવા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એ બેઠકમાં મુંબઈના બધા જ ફ્લાયઓવરનું સમારકામ અને રસ્તાની ઉપર નવો ડામરનો થર (રીસર્ફેસિંગ) કરવામાં આવે અને એ કામ ફેબ્રુઆરી સુધીમાં આટોપી લેવાય એવા નિર્દેશ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ આપ્યા હતા. આ કામનું કોઑર્ડિનેશન નગર વિકાસ વિભાગ તરફથી કરવામાં આવશે અને એ માટે એક્સપર્ટ્સનો ક્વૉલિટી કન્ટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવે એમ તેમણે જણાવ્યું હતું. મુંબઈમાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) પાસે પાંચ અને અન્ય એજન્સી પાસે ૧૯ ફલાયઓવર એમ કુલ ૨૪ ફ્લાયઓવર છે. એ બૃહન્મુંબઈ મ્યુનિસપલ કૉર્પોરેશનને હૅન્ડઓવર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. 


APMCમાં દોરીમાં ફસાયેલા કબૂતરને બચાવી લેવામાં આવ્યું


નવી મુંબઈની ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ના દાણાબંદરની ડી-૩૨ ગલીમાં એક કબૂતર પાળી પર દોરીમાં ફસાઈ ગયું હતું. દોરીમાંથી છૂટવા માટે ઘણી વાર સુધી કબૂતરે તરફડિયાં માર્યાં હતાં. એક ટ્રાન્સપોર્ટરનું ધ્યાન આ કબૂતર પર ગયું હતું એટલે તરત જ તેમણે ફાયર-બ્રિગેડને જાણ કરી હતી. ફાયર-બ્રિગેડના જવાનોએ ત્યાં આવીને વાંસથી કબૂતરને નીચે ઉતાર્યું હતું. જોકે કબૂતરના શરીર પર દોરી વીંટળાઈ જતાં એ જખમી થઈ ગયું હતું એટલે એને સારવાર આપવામાં આવી હતી.

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મુંબઈ પોલીસે ૩ જણની અટકાયત કરી

મુંબઈ પોલીસે દિલ્હી લાલ કિલા બ્લાસ્ટ સાથે જોડાયેલા ૩ લોકોની અટકાયત કરી હતી અને તેમને પૂછપરછ માટે દિલ્હી મોકલવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસની એક વિશેષ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા ગુપ્ત ઑપરેશનમાં આ ૩ વ્યક્તિઓને અલગ-અલગ સ્થળોએથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આ ત્રણેય જણ સોશ્યલ મીડિયા ઍપ્લિકેશન દ્વારા દિલ્હી બ્લાસ્ટના આરોપીઓ સાથે સંપર્કમાં હોવાનો ખુલાસો થયો હતો એવું એક અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ-અધિકારીએ એવી પણ માહિતી આપી હતી કે આ ત્રણેય જણ અમીર પરિવારના છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવી તપાસ ચાલી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2025 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK