Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > RTOમાં રજિસ્ટ્રેશન કરાવ્યા વિના કસ્ટમરને ફેરારી વેચવાનું ભારે પડ્યું કાર-ડીલરને

RTOમાં રજિસ્ટ્રેશન કરાવ્યા વિના કસ્ટમરને ફેરારી વેચવાનું ભારે પડ્યું કાર-ડીલરને

Published : 19 November, 2026 09:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવનીત મોટર્સના બાંદરા આઉટલેટનું ટ્રેડ સર્ટિફિકેટ એક મહિના માટે સસ્પેન્ડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


રજિસ્ટ્રેશન વિના જ એક કસ્ટમરને ઇમ્પોર્ટેડ લક્ઝરી કાર ફેરારી ડિલિવર કરવા બદલ મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે જાણીતા કાર-ડીલરના એક આઉટલેટનું ટ્રેડ સર્ટિફિકેટ રદ કર્યું છે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યા અનુસાર ફેરારીનું રજિસ્ટ્રેશન કર્યા વિના જ બાંદરાના નવનીત મોટર્સના આઉટલેટ દ્વારા કસ્ટમરને ફેરારી વેચવામાં આવી હતી. એક મહિના માટે ટ્રેડ સર્ટિફિકેટ સસ્પેન્ડ કરવામાં આવતાં ૩૦ દિવસ સુધી નવનીત મોટર્સનું આ આઉટલેટ કોઈ પણ કાર રજિસ્ટર નહીં કરાવી શકે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે આપેલી માહિતી મુજબ નવનીત મોટર્સના બાંદરાના આટલેટ દ્વારા ૧૩ ઑક્ટોબરે ફેરારી કાર એના માલિકને ડિલિવર કરવામાં આવી હતી. જોકે આ કારના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હજી બાકી હોવા છતાં કાર ડિલિવર કરીને કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાથી ટ્રેડ સર્ટિફિકેટ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ૧૨ ઑક્ટોબરે જ ફેરારી જેવી મોંઘીદાટ કાર પર લાદવામાં આવેલો ટૅક્સ ચૂકવી દેવાયો હતો, પરંતુ એના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ૧૬ ઑક્ટોબરે પૂરી થઈ હતી. અધિકારીઓએ જણાવ્યા અનુસાર રજિસ્ટર ન થયેલી આ ફેરારી કાર શહેરના રસ્તાઓ પર દોડતી દેખાઈ હતી અને એના વિડિયો પણ સોશ્યલ મીડિયા પર જોવા મળ્યા હતા જેને પગલે આ વાતને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ના મતે નવા નિયમો મુજબ નવાં વાહનોમાં હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) બેસાડવી જરૂરી હોય છે અને લાલબાગસ્થિત આ ફેરારીના માલિકે HSRP બેસાડી નહોતી તથા નિયમ મુજબ રજિસ્ટ્રેશનની અન્ય પ્રક્રિયા પણ પૂરી કરી નહોતી.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK