Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જય મહેતા અમેરિકન કંપનીને KKRના ૪૫ ટકા હિસ્સામાંથી અડધો ભાગ ૩૮૦૦ કરોડ રૂપિયામાં વેચવાની તૈયારીમાં છે

જય મહેતા અમેરિકન કંપનીને KKRના ૪૫ ટકા હિસ્સામાંથી અડધો ભાગ ૩૮૦૦ કરોડ રૂપિયામાં વેચવાની તૈયારીમાં છે

Published : 19 November, 2026 09:11 AM | Modified : 19 November, 2026 09:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જય મહેતા પોતાના હિસ્સામાંથી અડધો એટલે કે ૨૨.૫ ટકા હિસ્સો અમેરિકન કંપની એરેસ મૅનેજમેન્ટને વેચવાની તૈયારીમાં છે. આ ઇન્વેસ્ટમેન્ટ મૅનેજમેન્ટ કંપની સાથેની ડીલ ૪૦૦ મિલ્યન અમેરિકન ડૉલર એટલે આશરે ૩૮૦૦ કરોડ રૂપિયાની હોવાનો અંદાજ છે.

જુહી ચાવલા અને જય મહેતા

જુહી ચાવલા અને જય મહેતા


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રૅન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના સહ-માલિક જય મહેતા વિશે મહત્ત્વપૂર્ણ રિપોર્ટ સામે આવ્યા છે. KKR ટીમનો પંચાવન ટકા હિસ્સો શાહરુખ ખાન અને ૪૫ ટકા હિસ્સો ઍક્ટ્રેસ જુહી ચાવલાના પતિ અને બિઝનેસમૅન જય મહેતાના નામે છે. 

જય મહેતા પોતાના હિસ્સામાંથી અડધો એટલે કે ૨૨.૫ ટકા હિસ્સો અમેરિકન કંપની એરેસ મૅનેજમેન્ટને વેચવાની તૈયારીમાં છે. આ ઇન્વેસ્ટમેન્ટ મૅનેજમેન્ટ કંપની સાથેની ડીલ ૪૦૦ મિલ્યન અમેરિકન ડૉલર એટલે આશરે ૩૮૦૦ કરોડ રૂપિયાની હોવાનો અંદાજ છે. આ કંપની મોટી ફુટબૉલ ટીમો સહિત સ્પોર્ટ્‍‍સ ટીમોમાં રોકાણ કરી ચૂકી છે. 



જોકે વેચાણ માટે ભારતીય ક્રિકેટ બોર્ડની ઔપચારિક મંજૂરીની જરૂર પડશે. બોર્ડ એના નિયમો અનુસાર સંભવિત રોકાણકાર વિશે યોગ્ય તપાસ કરશે. આ સોદાની કુલ રકમના પાંચ ટકા એટલે કે આશરે ૨૦૦ કરોડ રૂપિયા ક્રિકેટ બોર્ડને મળશે. 


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK