ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના (એકનાથ શિંદે) વચ્ચે બેઠકોની વહેંચણીના મુદ્ધે ઑલરેડી વાતચચીત ચાલુ થઈ ગઈ છે.
અજિત પવાર
અજિત પવારના વડપણ હેઠળની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ ગઈ કાલે કહ્યું હતું કે અમને બેઠકોની મહાયુતિની વહેંચણીની બેઠકમાં બોલાવવામાં ન આવ્યા હોવાથી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની ચૂંટણી લડવા અમે એકલા ચાલો રેની નીતિ અપનાવવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.
NCPના પ્રવક્તા આનંદ પરાંજપેએ દાવો કરતાં કહ્યું હતું કે ‘TMCની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના (એકનાથ શિંદે) વચ્ચે બેઠકોની વહેંચણીના મુદ્ધે ઑલરેડી વાતચચીત ચાલુ થઈ ગઈ છે. જોકે NCPને એ બેઠકમાં સામેલ થવા આમંત્રણ અપાયું નથી એથી અમે આ ચૂંટણી એકલા હાથે લડવાની તૈયારી શરૂ કરી દીધી છે. અમારા થાણેના પ્રેસિડન્ટ નજીબ મુલ્લાનો BJP કે શિવસેના બન્નેમાંથી કોઈએ સંપર્ક કર્યો નથી. છેલ્લા બે દિવસમાં ૩૮૦ ઇચ્છુકોએ ટિકિટ મેળવવા અમારો સંપર્ક કર્યો છે. જો મહાયુતિ અમને માનપૂર્વક વાજબી બેઠકો ઑફર કરશે તો અમે એ વિશે વિચારીશું અન્યથા અમે TMCની બધી ૧૩૧ બેઠકો પરથી એકલા લડીશું. જ્યાં પણ શક્ય હશે ત્યાં NCP મહાયુતિ સાથે રહીને ચૂંટણી લડવા માગે છે, પણ જ્યાં જરૂર જણાશે ત્યાં લોકલ ટાઇઅપ અને અપક્ષોને પણ ગણતરીમાં લેવામાં આવશે.’


