Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવા વર્ષે મુંબઈગરાને નહીં મળે ગરમીમાંથી રાહત

નવા વર્ષે મુંબઈગરાને નહીં મળે ગરમીમાંથી રાહત

Published : 01 January, 2025 08:04 AM | Modified : 01 January, 2025 09:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે થોડા દિવસો બાદ રાતનું તાપમાન ઘટવાની ભારોભાર શક્યતા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રમાં ઈશુના નવા વર્ષનો પ્રારંભ ગરમીભર્યા માહોલમાં રહેશે, કારણ કે આગામી દિવસોમાં ગરમી વધવાની છે. મુંબઈગરાની વાત કરીએ તો હાથમાં પાણીની બૉટલની જરૂર પડશે. શરૂઆતના દિવસોમાં તાપમાન વધારે રહેશે, પણ નિષ્ણાતો માની રહ્યા છે કે થોડા દિવસોમાં રાતના તાપમાનમાં ઘટાડો થવાની શરૂઆત થશે.


નિષ્ણાતોએ જણાવ્યા મુજબ પૂર્વથી આવતા પવનો કોસ્ટલ વિસ્તારોમાં દિવસમાં તાપમાનમાં વધારો કરાવશે, જ્યારે આ સમયે ઉત્તર ભારતમાં ઠંડીનો માહોલ છે. સોમવારે મુંબઈનું તાપમાન એની સીઝનલ સરેરાશ કરતાં વધુ હતું. બપોરના સમયે ગરમી વધારે હતી. મહારાષ્ટ્ર પર મંડરાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. ભારતીય હવામાન ખાતા અને સ્વતંત્ર હવામાનશાસ્ત્રીઓએ સૂચવ્યું છે કે નવા વર્ષના દિવસોમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ ઓસરી રહ્યો છે, પણ પૂર્વથી આવતા પવનોને કારણે દિવસ દરમ્યાન વધારે ગરમી મહેસૂસ થાય છે.



સોમવારે સાંતાક્રુઝમાં તાપમાન ૩૪.૫ ડિગ્રી અને કોલાબામાં ૩૩ ડિગ્રી રહ્યું હતું. રવિવારની સરખામણીમાં સાંતાક્રુઝમાં ૧ ડિગ્રી અને કોલાબામાં ૨.૮ ડિગ્રી તાપમાન વધ્યું હતું. આગામી દિવસોમાં ગરમીવાળા વાતાવરણ માટે લોકોએ તૈયાર રહેવું પડશે.


મંગળવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી અને કોલાબામાં ૩૧ ડિગ્રી રહ્યું હતું. જોકે હવામાં ભેજનું પ્રમાણ અનુક્રમે ૮૬ અને ૮૫ ટકા રહ્યું હતું. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે ગરમીના સમયે લોકોએ ઘરમાં જ રહેવું જોઈશે અને વધારે પાણી પીવું જોઈશે. વર્ષની શરૂઆતના દિવસોમાં ગરમી વધારે રહેશે.

હવામાનશાસ્ત્રી રાજેશ કાપડિયાના મતે મુંબઈમાં આખા અઠવાડિયા દરમ્યાન તાપમાન ૩૪થી ૩૬ ડિગ્રીની આસપાસ રહી શકે છે. તેમના મતે દિવસે ગરમી રહેશે, પણ રાતે તાપમાન ૨૦ ડિગ્રીની આસપાસ રહેશે. ૩-૪ જાન્યુઆરી બાદ તાપમાન ૧૭ ડિગ્રી થવાની શક્યતા છે. થાણે અને પાલઘરના અંતરિયાળ વિસ્તારોમાં મુંબઈ કરતાં રાતે ઠંડી વધશે. પુણેમાં દિવસે તાપમાન ૩૦થી ૩૨ ડિગ્રી રહેશે અને રાતનું તાપમાન બીજી જાન્યુઆરી સુધી ૧૬ ડિગ્રી રહેશે, પણ ૪ જાન્યુઆરી બાદ એ ઘટીને ૧૩થી ૧૪ ડિગ્રી થશે.


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2025 09:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK