નવા વર્ષની પૂર્વસંધ્યાએ હોટેલોમાં થર્ટીફર્સ્ટની રાત્રે આ વખતે દરેક વ્યક્તિને ૯૦ મિલીલીટરનું એક એવાં ચાર જ ડ્રિન્કની લિમિટ નક્કી કરવામાં આવી હોવાની જોરદાર ચર્ચા થઈ રહી છે
પ્રતીકાત્મક તસવીર
નવા વર્ષની પૂર્વસંધ્યાએ હોટેલોમાં થર્ટીફર્સ્ટની રાત્રે આ વખતે દરેક વ્યક્તિને ૯૦ મિલીલીટરનું એક એવાં ચાર જ ડ્રિન્કની લિમિટ નક્કી કરવામાં આવી હોવાની જોરદાર ચર્ચા થઈ રહી છે. જોકે આ ચર્ચા બાબતે ધ હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન (વેસ્ટર્ન ઇન્ડિયા-HRAWI)ના પ્રવક્તા પ્રદીપ શેટ્ટીએ કહ્યું હતું કે ‘અમે અસોસિએશનના હોટેલમાલિકોને કાયમ નવા વર્ષની ઉજવણી માટેનાં આયોજનો કાયદાનું પાલન કરવાની સાથે જવાબદારીપૂર્વક કરવા માટેની સૂચના આપીએ છીએ. થર્ટીફર્સ્ટની રાત્રે ગ્રાહકોને ચાર જ પેગ આપવામાં આવશે એવી કોઈ લિમિટ નક્કી કરવામાં નથી આવી. અમારું ફોકસ નશામાં ધુત લોકોને સાચવવા પર, વૅલેટ-સર્વિસ ઑફર કરવા પર અને લોકો સલામત ઘરે પહોંચી શકે એ માટે પ્રાઇવેટ કૅબ અરેન્જ કરવા પર હોય છે. કોઈ કસ્ટમર તેની કારમાં જ ઘરે જવા માગતો હોય તો તેના માટે ડ્રાઇવરની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.’