આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત, અગાઉ વસૂલવામાં આવતી ૦.૩ ટકા સ્ટૅમ્પ-ડ્યુટી હવે નહીં ભરવી પડે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોને ગઈ કાલે રાહતના સમાચાર આપ્યા હતા. ખેડૂતો માટેની લોન-પ્રોસેસને વધુ સરળ અને સસ્તી બનાવવા માટે બે લાખ રૂપિયા સુધીની ઍગ્રિકલ્ચરલ લોન પરના ડૉક્યુમેન્ટ્સ પર સ્ટૅમ્પ-ડ્યુટી માફ કરી દેવામાં આવી છે. ગઈ કાલે આ નિર્ણની જાહેરાત રેવન્યુ મિનિસ્ટર ચંદ્રશેખર બાવનકુળેએ કરી હતી. રેવન્યુ અને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આ નિર્ણય બાબતનું ગૅઝેટ નોટિફિકેશન ૧ જાન્યુઆરીએ ઇશ્યુ કરવામાં આવ્યું હતું.
હવે ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન માટે જરૂરી ટાઇટલ-ડીડ, ડિપોઝિટ, મૉર્ગેજ અને પ્લેજ-પેપર્સ, ગૅરન્ટી લેટર્સ, મૉર્ગેજ-ડીડ અને લોન ઍગ્રીમેન્ટ સહિતના ડૉક્યુમેન્ટ્સ પર સ્ટૅમ્પ-ડ્યુટી વસૂલવામાં આવશે નહીં. અગાઉ લોન અમાઉન્ટ પર ૦.૩ ટકા સુધીની સ્ટૅમ્પ-ડ્યુટી વસૂલવામાં આવતી હતી.


