Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

OTT જંક્શન

Published : 18 April, 2026 03:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજકુમાર રાવ અને પત્રલેખા દ્વારા નિર્મિત આ ડાર્ક કૉમેડી ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા એક કંજૂસ વ્યક્તિ રાજકુમાર રાવ વિશે છે જે લગ્નમાં ગિફ્ટમાં આપેલું ટોસ્ટર પાછું મેળવવા માટે જીદ કરે છે.

OTT જંક્શન

OTT જંક્શન


ટોસ્ટર

રાજકુમાર રાવ અને પત્રલેખા દ્વારા નિર્મિત આ ડાર્ક કૉમેડી ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા એક કંજૂસ વ્યક્તિ રાજકુમાર રાવ વિશે છે જે લગ્નમાં ગિફ્ટમાં આપેલું ટોસ્ટર પાછું મેળવવા માટે જીદ કરે છે. આ સામાન્ય વાત ધીરે-ધીરે મોટા ગોટાળા, ક્રાઇમ અને હાસ્યજનક પરિસ્થિતિઓમાં ફેરવાઈ જાય છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.



ઉસ્તાદ ભગત સિંહ


પવન કલ્યાણને લીડ રોલમાં ચમકાવતી ‘ઉસ્તાદ ભગત સિંહ’ એક તેલુગુ ઍક્શન કૉમેડી ડ્રામા ફિલ્મ છે અને હવે OTT પર તેલુગુ સાથે હિન્દી, તામિલ, કન્નડા અને મલયાલમ ભાષાઓમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં ભગત સિંહ નામના એક ગરીબ આદિવાસી છોકરાની વાર્તા છે. તેને ગામમાં એક સારો શિક્ષક ભણાવે છે અને તેને સારો માણસ બનવાની પ્રેરણા આપે છે. ભગત મોટો થઈને પોલીસ-અધિકારી બને છે અને પોતાના વિસ્તારમાં થતા અપરાધ, ભ્રષ્ટાચાર અને ગરીબોના શોષણ સામે એકલા હાથે લડે છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.

અસ્સી


ડિરેક્ટર અનુભવ સિંહાની ‘અસ્સી’માં તાપસી પન્નુ અને કની કુશ્રુતિ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ દરરોજ ભારતમાં થતા બળાત્કારના કેસોને આધારમાં રાખીને બનાવવામાં આવી છે. એ એક શિક્ષિકા પર થયેલા ગૅન્ગ-રેપના કેસ દ્વારા આખી વ્યવસ્થા, સમાજ અને ન્યાયપ્રક્રિયાને પ્રશ્ન કરે છે. વકીલ તરીકે તાપસી પન્નુ ન્યાય મેળવવા માટે લડે છે. આ રિયલિસ્ટિક ફિલ્મ આજથી ઝીફાઇવ પર આવી ગઈ છે.

મટકા કિંગ

‘સૈરાટ’વાળા ડિરેક્ટર નાગરાજ મંજુલેની આ વેબ-સિરીઝમાં વિજય વર્મા મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝ કપાસના એક વેપારીની ‘મટકા કિંગ’ બનવાની સફરને દર્શાવે છે. સિરીઝમાં વિજય વર્માની સાથે જ ક્રિતિકા કામરા, સઈ તામ્હણકર, ગુલશન ગ્રોવર અને સિદ્ધાર્થ જાધવ પણ જોવા મળશે. ‘મટકા કિંગ’ આજથી પ્રાઇમ વિડિયો પર આવી ગઈ છે.

દો દીવાને સહર મેં

‘દો દીવાને શહર મેં’ એક હિન્દી રોમૅન્ટિક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મની સ્ટોરીમાં મુંબઈ શહેરમાં રહેતાં બે સામાન્ય યુવક-યુવતી એકબીજાને મળે છે. તેઓ પોતાની અંદરની અસલામતી, સમાજના દબાણ અને આધુનિક જીવનની મુશ્કેલીઓ વચ્ચે પ્રેમ શોધે છે. આ વાર્તા અપૂર્ણ પણ સુંદર પ્રેમની છે જેમાં હાસ્ય, ઇમોશન અને વાસ્તવિકતા છે. ‘દો દીવાને સહર મેં’ આજથી નેટફ્લિક્સ પર આવી ગઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

18 April, 2026 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK