Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિંદેએ કહ્યું, કોઈ ઑપરેશન અધૂરું નથી મૂકતો

શિંદેએ કહ્યું, કોઈ ઑપરેશન અધૂરું નથી મૂકતો

Published : 22 June, 2026 08:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એકનાથ શિંદેએ થોડી વારમાં જ મળશે બ્રેકિંગ ન્યુઝ કહ્યું અને થોડી જ વારમાં બ્રેકિંગ ન્યુઝ મળી પણ ગયા: દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ઑપરેશન સક્સેસફુલ રહ્યું અને બૉડી પણ છે એકદમ હેલ્ધી

આજે બપોરે ત્રણ વાગ્યે શિવસેના (UBT)ના ૬ સંસદસભ્યો શિવસેનામાં જોડાય એવી શક્યતા

આજે બપોરે ત્રણ વાગ્યે શિવસેના (UBT)ના ૬ સંસદસભ્યો શિવસેનામાં જોડાય એવી શક્યતા


ઓમરાજે નિમ્બાળકર ઉદ્ધવ ઠાકરેની સાથે રહેશે કે પછી એકનાથ શિંદેની વાટે ચાલશે એ વિશે રવિવારે સાંજ સુધી સસ્પેન્શન રહ્યા બાદ આખરે ઓમરાજે નિમ્બાળકરે પોતાનો નિર્ણય જાહેર કરી શિવસેનામાં પ્રવેશની અટકળોનો અંત આવ્યો ત્યાર બાદ નાયબ મુખ્ય પ્રધાને ઑપરેશન ટાઇગરનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘હું કોઈ ઑપરેશન હાથમાં લઉં છું એ ક્યારેય અધૂરું નથી મૂકતો. સંસદસભ્યોને ગાળો અપાય છે અને વળી પાછા તેમને એ સંસદસભ્યો પક્ષમાં પાછા પણ જોઈએ છે. કંઈક કેમિકલ લોચો લાગે છે.’ એકનાથ શિંદેએ પોતાની જીતની ખુશી વ્યક્ત કર્યા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ઑપરેશન સફળ રહ્યું અને બૉડી પણ એકદમ હેલ્ધી છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. જે લોકોએ આત્મમંથન કરવું જોઈએ એ કરશે કહીને હરખ વ્યક્ત કર્યો હતો. ઓમરાજે નિમ્બાળકરે પોતાનો નિર્ણય જાહેર કર્યો એ પહેલાં જ એકનાથ શિંદેએ તમને થોડી જ વારમાં બ્રેકિંગ ન્યુઝ મળશે, એમ કહ્યું હતું અને એની થોડી જ વારમાં ઓમરાજે નિમ્બાળકરે તેમનો નિર્ણય જાહેર કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2026 08:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK