કૅરિબિયન ઓપનર ક્રિસ ગેઇલનો લગભગ સતત ૪૪૬૩ દિવસ સુધી નંબર-વન રહેવાનો સિલસિલો પોલાર્ડે તોડ્યો છે
કાયરન પોલાર્ડ
મેજર લીગ ક્રિકેટ 2026માં ગઈ કાલે પાંચમી મૅચમાં વૉશિંગ્ટન ફ્રીડમના ૨૪૫/૬ના સ્કોર સામે ૨૧૫/૬નો સ્કોર કરીને MI ન્યુ યૉર્ક હાર્યું હતું. ૩૯ વર્ષનો મિડલ-ઑર્ડર બૅટર કાયરન પોલાર્ડે MI ન્યુ યૉર્ક માટે આ મૅચમાં ૧૧ ફોર અને ચાર સિક્સના આધારે ૫૬ બૉલમાં અણનમ ૧૦૦ રન કર્યા હતા.
વેસ્ટ ઇન્ડીઝનો ઑલરાઉન્ડર કાયરન પોલાર્ડ હવે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર બૅટર બની ગયો છે. કૅરિબિયન ઓપનર ક્રિસ ગેઇલનો લગભગ સતત ૪૪૬૩ દિવસ સુધી નંબર-વન રહેવાનો સિલસિલો પોલાર્ડે તોડ્યો છે. ક્રિકેટ-કરીઅરમાં ક્રિસ ગેઇલ સૌથી વધુ ૪૬૧૬ દિવસ સુધી T20માં સૌથી વધુ રન કરનાર બૅટરના પદ પર બિરાજમાન રહ્યો હતો.
ADVERTISEMENT
૪૬ વર્ષના ક્રિસ ગેઇલને છેલ્લી વખત ફેબ્રુઆરી ૨૦૨૨માં બંગલાદેશ પ્રીમિયર લીગમાં રમતો જોવા મળ્યો ત્યારે તે લિસ્ટમાં ૩૦૦૦ રનની લીડ સાથે
નંબર-વનના સ્થાન પર હતો. તેણે ૪૬૩ મૅચમાં ૩૬.૨૨ના ઍવરેજ અને ૧૪૪.૭૫ના સ્ટ્રાઇક-રેટથી ૧૪,૫૬૨ રન કર્યા છે. તેણે બાવીસ સેન્ચુરી અને ૮૮ ફિફ્ટી પણ નોંધાવી હતી.
