Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે મુંબઈ, થાણે અને રાયગડમાં ઑરેન્જ અલર્ટ

આજે મુંબઈ, થાણે અને રાયગડમાં ઑરેન્જ અલર્ટ

Published : 21 July, 2026 07:25 AM | Modified : 21 July, 2026 08:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુસવાટા મારતા પવન સાથે મુંબઈમાં ઠેર-ઠેર ભારે ઝાપટાં પડ્યાં

મરીન ડ્રાઇવ પર મોજાંની મજા.

મરીન ડ્રાઇવ પર મોજાંની મજા.


મુંબઈમાં ગઈ કાલે કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો હતો, એવી જ પરિસ્થિતિ આજે પણ રહે એવી શક્યતા હવામાન ખાતાએ દર્શાવી છે. આજે મુંબઈમાં ૫૦થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે ઝાપટાં પડી શકે એવી શક્યતા જણાતાં મુંબઈ, થાણે અને રાયગડમાં આજે ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પાલઘર અને રત્નાગિરિમાં આજે યલો અલર્ટ જાહેર કરાયું છે. મુંબઈમાં ગઈ કાલે અંધેરી, બાંદરા, વિલે પાર્લે, દાદર, ભાંડુપ અને મુલુંડ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો તો વસઈ-વિરાર, પાલઘર અને થાણેમાં પણ સાંજ પછી વરસાદે જોર પકડ્યું હતું.

મરીન ડ્રાઇવની પાળી પર ગઈ કાલે મૉન્સૂનની મજા લેવા અનેક લોકો પહોંચી ગયા હતા. એક બાજુ વરસાદ તેમને ભીંજવી રહ્યો હતો અને બીજી બાજુ અરબી સમુદ્રનાં ઊંચાં મોજાં દીવાલ સાથે ભટકાઈને પાળી પરના લોકોને ભીંજવી રસ્તા પર પથરાઈ જતાં હતાં. 



ભારે વરસાદના કારણે મુંબઈના કેટલાક વિસ્તારોમાં માટીવાળું પાણી સપ્લાય થઈ રહ્યું છે એથી BMCએ લોકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપી છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2026 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK