Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુનિયા ડ્રોન અને ઍર-ઍમ્બ્યુલન્સનો આવિષ્કાર કરી રહી છે ત્યારે પાકિસ્તાનમાં ધામધૂમથી લૉન્ચ થઈ સાઇકલ-ઍમ્બ્યુલન્સ

દુનિયા ડ્રોન અને ઍર-ઍમ્બ્યુલન્સનો આવિષ્કાર કરી રહી છે ત્યારે પાકિસ્તાનમાં ધામધૂમથી લૉન્ચ થઈ સાઇકલ-ઍમ્બ્યુલન્સ

Published : 21 July, 2026 03:56 PM | IST | Karachi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરાચીમાં સાઇકલ-ઍમ્બ્યુલન્સ સેવાનું ધામધૂમથી લોન્ચિંગ થતાં તેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દુનિયા ડ્રોન અને એર-ઍમ્બ્યુલન્સ તરફ આગળ વધી રહી છે ત્યારે પાકિસ્તાનની આ નવી સેવા અને તેના ભવ્ય લોન્ચને લઈને લોકો મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

પાકિસ્તાન સાયકલ એમ્બ્યુલન્સ

પાકિસ્તાન સાયકલ એમ્બ્યુલન્સ


તાજેતરમાં પાકિસ્તાનમાં કરાચીના મેયર સાઇકલ-ઍમ્બ્યુલન્સ લૉન્ચ કરતા હોય એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ઍમ્બ્યુલન્સના લૉન્ચ પ્રસંગે સ્થાનિક સરકારે જે રીતે એને ઇન્ટ્રોડ્યુસ કરી એને કારણે સોશ્યલ મીડિયા પર પાકિસ્તાનની ખૂબ ટાંગખિચાઈ થઈ રહી છે. દુનિયાભરમાં જ્યાં ડ્રોન અને ઍર-એમ્બ્યુલન્સની શોધ થઈ રહી છે ત્યારે કરાચીમાં હજી સાઇકલ-ઍમ્બ્યુલન્સની સેવા શરૂ થાય એની જાહેરાત આટલી વાજતેગાજતે કરવામાં આવે છે. એક ટીવી-ચૅનલની હેડલાઇનમાં જોવા મળ્યું હતું પાકિસ્તાને ૭૭ વર્ષની મહેનત બાદ આખરે સાઇકલ-ઍમ્બ્યુલન્સ બનાવી જ દીધી. 
સમજી શકાય છે કે આ સુવિધા સાંકડા વિસ્તારોમાં અથવા તો ટ્રાફિક-જૅમની તકલીફથી બચવા માટે શરૂ કરવામાં આવી હશે, પરંતુ એમાં માત્ર ફર્સ્ટ-એઇડ કિટ અને પ્રાઇમરી કક્ષાની દવાઓ જ લઈ જઈ શકે એવી વ્યવસ્થા છે. આ સુવિધાને રંગેચંગે લૉન્ચ કરવાનું કામ તો ખરેખર પાકિસ્તાનમાં જ થાય.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2026 03:56 PM IST | Karachi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK