Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકલ ટ્રેનમાં ઇઅર-ફોન વગર ઊંચા અવાજે મોબાઇલ વગાડશો તો ૫૦૦૦ રૂપિયાનો દંડ અને ૬ મહિનાની જેલ થઈ શકે છે

લોકલ ટ્રેનમાં ઇઅર-ફોન વગર ઊંચા અવાજે મોબાઇલ વગાડશો તો ૫૦૦૦ રૂપિયાનો દંડ અને ૬ મહિનાની જેલ થઈ શકે છે

Published : 21 October, 2026 02:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રેલવે ઍક્ટની કલમ ૧૪૫ હેઠળ ઘોંઘાટ ફેલાવતા પ્રવાસીઓ સામે સખત કાર્યવાહી : વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવે ‌ટિ‌‌કિટ ચે‌કિંગ સ્ટાફને પૅસેન્જરો પર નજર રાખવા આપશે સૂચના

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રેલવે ઍક્ટની કલમ ૧૪૫ હેઠળ ઘોંઘાટ ફેલાવતા પ્રવાસીઓ સામે સખત કાર્યવાહી : વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવે ‌ટિ‌‌કિટ ચે‌કિંગ સ્ટાફને પૅસેન્જરો પર નજર રાખવા આપશે સૂચના

મુંબઈની લોકલ ટ્રેનોમાં ઇઅર-ફોન વગર જોરજોરથી મોબાઇલ ફોન પર વિડિયો, રીલ્સ કે મ્યુઝિક વગાડનારા પ્રવાસીઓ સામે હવે રેલવેતંત્ર લાલઘૂમ થયું છે. ભીડભાડવાળા ડબ્બાઓમાં અવાજનું ન્યુસન્સ રોકવા માટે સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે પ્રશાસન કડક પગલાં લેવાની તૈયારી કરી રહ્યું છે, જે હેઠળ નિયમભંગ કરનારા મુસાફરોને ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અને ૬ મહિના સુધીની જેલની સજા થઈ શકે છે.



રેલવે-અધિકારીઓએ ટિકિટ-ચેકિંગ સ્ટાફને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ ઇઅર-ફોન વગર સ્પીકર પર ઑડિયો વગાડતા મુસાફરોની ઓળખ કરે અને તેમને તાત્કાલિક એ બંધ કરવા જણાવે. આ કાર્યવાહી રેલવે ઍક્ટની કલમ ૧૪૫ હેઠળ કરવામાં આવશે, જે રેલવે-પરિસરમાં ઉપદ્રવ (ન્યુસન્સ) અને ગેરવર્તણૂક સંબંધિત બાબતોને નિયંત્રિત કરે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઝુંબેશ પ્રાથમિક તબક્કે ઉપનગરીય લોકલ ટ્રેનોમાં શરૂ થશે અને ત્યાર બાદ લાંબા અંતરની ટ્રેનો સુધી વિસ્તારવામાં આવી શકે છે.


પહેલાં ચેતવણી, પછી દંડ

વેસ્ટર્ન રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ટિકિટ-ચેકિંગ સ્ટાફને કહેવામાં આવ્યું છે કે તેઓ ઇઅર-ફોન વગર ફોન પર વિડિયો કે રીલ્સ જોતા પ્રવાસીઓને પકડે. પ્રવાસીઓને પહેલાં ચેતવણી આપવામાં આવશે અને જો તેઓ વાત નહીં માને તો જાહેર શાંતિનો ભંગ કરવા બદલ દંડ ફટકારવામાં આવશે.’ 


રેલવેતંત્ર સ્ટેશનો પર અને ટ્રેનની અંદર મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં જાહેરાતો કરીને લોકોને જાગ્રત કરવાનું આયોજન પણ કરી રહ્યું છે.

બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગ દ્વારા પોતાની બસોમાં મુસાફરોને મોટા અવાજે સ્પીકર પર ઑડિયો ન સાંભળવા સૂચવતાં સ્ટિકર્સ પહેલેથી જ લગાવવામાં આવ્યાં છે.

Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK