પવઈની IIT માર્કેટ નજીક રવિવારે વીજળીના પાવર-બૉક્સમાંથી ૯ ફુટ લાંબો એક અજગર મળી આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
પવઈની IIT માર્કેટ નજીક રવિવારે વીજળીના પાવર-બૉક્સમાંથી ૯ ફુટ લાંબો એક અજગર મળી આવ્યો હતો. વીજળીનો કરન્ટ લાગવાથી અજગરનો જીવ ગયો હોવાનું વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું. કરન્ટ કયા સંજોગોમાં લાગ્યો એ અંગે અધિકારીઓને કોઈ સ્પષ્ટતા નથી, પણ અજગરના મૃત્યુનું કારણ પોસ્ટમૉર્ટમ બાદ મળી શકશે એમ વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
રેસ્ક્યુઇંક અસોસિએશન ફૉર વાઇલ્ડલાઇફ વેલ્ફેર (RAWW) અને વનવિભાગના અધિકારીઓએ અજગરને પાવર-બૉક્સમાંથી બહાર કાઢ્યો હતો. વનવિભાગે અજગરની કસ્ટડી લઈને એને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ અજગર ઇન્ડિયન રૉક પાયથન હોવાનું જણાવીને વનવિભાગના અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે આ પ્રજાતિના અજગર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ઍક્ટ ૧૯૭૨ હેઠળ સંરક્ષિત છે.

