Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રકાશ મહેતાએ વિદ્યાવિહાર ફ્લાયઓવરને સ્વ. પ્રમોદ મહાજનનું નામ આપવાની માગણી કરી

પ્રકાશ મહેતાએ વિદ્યાવિહાર ફ્લાયઓવરને સ્વ. પ્રમોદ મહાજનનું નામ આપવાની માગણી કરી

Published : 06 October, 2026 10:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રમોદ મહાજનના પ્રયાસોને બિરદાવવા માટે આ ફલાયઓવરને તેમનું નામ અપાય એવી રજૂઆત કરવામાં આવી છે.

પ્રકાશ મહેતાએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને નિવેદન સોંપ્યું હતું. 

પ્રકાશ મહેતાએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને નિવેદન સોંપ્યું હતું. 


લોકોને, મોટરિસ્ટોને ઈસ્ટ-વેસ્ટ આવવા-જવામાં સરળતા રહે એ માટે વિદ્યાવિહારમાં રેલવે ટ્રૅકની ઉપર બનાવવામાં આવેલા ફ્લાયઓવરને ઈશાન મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન સ્વ. પ્રમોદ મહાજનનું નામ આપવામાં આવે એવી માગણી રાજ્યના ભૂતપૂર્વ ગૃહનિર્માણ પ્રધાન પ્રકાશ મહેતાએ કરી છે. આ માટે તેમણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને નિવેદન સોંપ્યું હતું. 
૧૯૯૬માં પ્રમોદ મહાજન ઈશાન મુંબઈના સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યાર બાદ તેમણે આ ફ્લાયઓવર બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી. ૨૦૧૪માં પ્રકાશ મહેતા રાજ્યના પ્રધાન બન્યા ત્યાર બાદ તેમણે આ ફ્લાયઓવરના કામને વેગ અપાવ્યો હતો અને ૨૦૧૭માં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન થયું હતું. પ્રમોદ મહાજનના પ્રયાસોને બિરદાવવા માટે આ ફલાયઓવરને તેમનું નામ અપાય એવી રજૂઆત કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2026 10:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK