Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શેરડી-આંદોલન સમાપ્ત

શેરડી-આંદોલન સમાપ્ત

Published : 07 November, 2026 09:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખેડૂતોને શેરડીનો યોગ્ય ભાવ મળે એ માટે પુણે-બૅન્ગલોર હાઇવે પર ૬૦ કલાક કરતાં વધુ સમયથી ચક્કા જામ આંદોલન કરી રહેલી રાજુ શેટ્ટીની સ્વાભિમાની શેતકરી સંઘટનાને સફળતા મળી

કારખાનદારોએ ખેડૂતોની માગણી માન્ય રાખતાં ચક્કા જામ આંદોલનને સફળતા મળી હતી અને ગુલાલ ઉડાડીને, એની ઉજવણી કરીને આંદોલન સમેટી લેવાયું હતું.

કારખાનદારોએ ખેડૂતોની માગણી માન્ય રાખતાં ચક્કા જામ આંદોલનને સફળતા મળી હતી અને ગુલાલ ઉડાડીને, એની ઉજવણી કરીને આંદોલન સમેટી લેવાયું હતું.


સ્વાભિમાની શેતકરી સંઘટનાના નેતા રાજુ શેટ્ટીએ ખેડૂતોને શેરડીના વાજબી દર મળે એ માટે ૩ નવેમ્બરથી પુણે-બૅન્ગલોર હાઇવે પર કેણી ટોલનાકા પર શરૂ કરેલા ચક્કા જામ આંદોલનને આખરે ૬૧ કલાકે સફળતા મળી છે. આંદોલનને કારણે પુણે-બૅન્ગલોર હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. દિવાળીના ટાણે જ સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)નું પણ ટાઇમટેબલ ખોરવાઈ ગયું હતું. કોલ્હાપુરથી મુંબઈ અને પુણે આવી રહેલી ૧૬૬ ST બસ કૅન્સલ કરવામાં આવી હતી. ગુરુવારે મધરાત બાદ એક વાગ્યે કેણી ટોલનાકા પર રાજુ શેટ્ટીએ એની જાહેરાત કરી હતી અને ત્યાર બાદ આંદોલન સમેટી લેવાતાં વાહનો ત્યાંથી પસાર થઈ શક્યાં હતાં. 
રાજુ શેટ્ટીની જે પ્રતિ ટન ૪૨૦૦ રૂપિયાની માગણી હતી એ પૂરી થતાં આંદોલન સમેટી લેવાયું હતું. આખરે ૩ દિવસે પુણે-બૅન્ગલોર હાઇવે ક્લિયર થતાં મોટરિસ્ટો અને ટ્રકો ત્યાંથી પસાર થઈ શક્યાં હતાં. ખેડૂતોએ તેમના આ વિજયને ગુલાલ ઉડાડીને વધાવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK