Pune Bus Rape: મંગળવારે તરૂણી પર બળાત્કારની ઘટના સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની. ત્યારબાદ આરોપી પોતાના ગામમાં સવારે જ ૧૧ વાગ્યે પરત ફર્યો હતો.
આરોપી દત્તાત્રેય ગાડે
Pune Bus Rape: તાજેતરમાં જ પુણેમાં મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC)ની શિવશાહી બસની અંદર મહિલા સાથે બળાત્કાર થયો હતો. બસની અંદર 26 વર્ષીય મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. બળાત્કાર ગુજારનાર નરાધમની હવે ધરપકડ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આવો, જાણીએ કે આખરે કઈ રીતે તેની અટકાયત કરવામાં આવી?
પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે પૂણે પોલીસે આરોપી દત્તાત્રેય ગાડેને પકડવા માટે શિરુર તાલુકામાં ડ્રોન અને ડૉગ સ્ક્વોડ તૈનાત કર્યા હતા. પૂણેના ગુણત ગામના રહેવાસી દત્તાત્રેય ગાડેને પકડવા માટે 13 પોલીસ ટીમો કામે લાગી હતી.
ADVERTISEMENT
જ્યારે બસના સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા ત્યારે આરોપી મહિલાને બસમાં લઈ જઈ રહ્યો હતો ત્યાંથી માંડીને તે બસમાંથી નીચે ઉતરીને ત્યાંથી ભાગતો પણ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા આરોપી (Pune Bus Rape)ના ઘરે દરોડા પણ પાડવામાં આવ્યા હતા. જોકે, તે ઘરમંલિ આવ્યો નહોતો. પોલીસને બાતમી મળી કે તે શિરુરમાં તેના ગામ ગુણતમાં છૂપાયેલો છે. ત્યારે પોલીસ ગુરુવારથી તેની શોધ કરી રહી હતી.
View this post on Instagram
ત્યારે ગ્રામજનોએ પોલીસને એ વાતની જાણ કરી હતી કે આરોપી ગામમાં એક સંબંધી પાસે પાણી લેવા માટે આવ્યો હતો. તે સમયે પોલીસને જાણ થઈ કે તે ગુણત ગામમાં શેરડીના ખેતરમાં જઈને સંતાઈ ગયો છે. ત્યારબાદ પોલીસે ડ્રોન કેમેરાની મદદથી સર્ચ ઓપરેશન આદર્યું હતું. મધ્યરાત્રિએ પણ આરોપીની ડ્રોન વડે શોધખોળ ચાલુ જ રહી.
સતત પોલીસ (Pune Bus Rape) ડ્રોનની મદદથી આરોપી સુધી આ વાત પહોંચાડી રહ્યા હતા કે "ડ્રોન વડે તારી પર અમારું ધ્યાન છે. તું જ્યાં સંતાયો છે ત્યાંથી બહાર આવીને પોલીસના શરણે આવી જા. પોલીસ તારી પણ નજર રાખી રહી છે."
આખરે પોલીસને ખબર પડી જ ગઈ કે આરોપી (Pune Bus Rape) કઈ જગ્યાએ છુપાયો છે. પોલીસે ડ્રોન દ્વારા દત્તાત્રેય ગાડે સાથે સંવાદ પણ કર્યો અને કહ્યું કે અમે ત્યાં આવી રહ્યા છીએ. ગભરાઇશ નહીં. પછી તો આરોપી કૅનલના ખાડામાંથી બહાર આવીને ઊભો હતો. એવું શોધવા ગયેલ પોલીસે જણાવ્યું હતું.
આમ, પોલીસે ડૉગ સ્ક્વોડની મદદથી સર્ચ ઓપરેશન કરીને આરોપીને દબોચી લીધો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને કસ્ટડીમાં પણ લઈ લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આત્યારે પુણે પોલીસ દ્વારા આરોપી દત્તાત્રેય ગાડેને સૈન્ય પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો છે. આજે બપોરે ત્રણ વાગ્યે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.
મંગળવારે તરૂણી પર બળાત્કારની ઘટના (Pune Bus Rape) સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની. ત્યારબાદ આરોપી પોતાના ગામમાં સવારે જ ૧૧ વાગ્યે પરત ફર્યો હતો. કહે છે કે સાંજે પાંચ સુધી તે ઘરે જ આરામ કરતો હતો અને સાંજે 5 વાગ્યા સુધી ગામમાં જ રોકાયો હતો.

