વિદર્ભની ટીમ ગઈ સીઝનમાં પણ ફાઇનલિસ્ટ હતી અને મુંબઈ સામે હારીને રનરઅપ રહી હતી.
કેરલાનો આદિત્ય સરવટે ૬૬ રન કરીને હજી રમતમાં છે.
નાગપુરમાં રમાઈ રહેલી પાંચ દિવસની રણજી ટ્રોફી ૨૦૨૪-’૨૫ની ફાઇનલના બીજા દિવસના અંતે કેરલાનો સ્કોર ૩ વિકેટે ૧૩૧ હતો. એ પહેલાં વિદર્ભની ટીમ ૩૭૯ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. પહેલા દિવસે ૪ વિકેટે ૨૫૪ રન બનાવનાર વિદર્ભની ટીમ ગઈ કાલે પોતાના સ્કોરમાં માત્ર ૧૨૫ રન ઉમેરી શકી હતી. વિદર્ભની ટીમ ગઈ સીઝનમાં પણ ફાઇનલિસ્ટ હતી અને મુંબઈ સામે હારીને રનરઅપ રહી હતી.

