મૂળ ગઢચિરોલીના બે વિદ્યાર્થીઓ સામે નોંધાઈ પોલીસ-ફરિયાદ
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
પુણેમાં એક સરકારી હૉસ્ટેલના સાંસ્કૃતિક કાર્યક્રમ દરમ્યાન કુખ્યાત અને ઠાર કરાયેલા નક્સલી કમાન્ડર માડવી હિડમાના મહિમાગાન કરતા ગીત પર ડાન્સ થયો હતો. આ મામલાની ગંભીર નોંધ લઈને BBAના બે વિદ્યાર્થીઓ વિરુદ્ધ દુશ્મનાવટ વધારવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે આપેલી માહિતી મુજબ ૧૧ એપ્રિલે પુણેના વિશ્રાંતવાડી વિસ્તારમાં આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર ગવર્નમેન્ટ બૉય્ઝ હૉસ્ટેલમાં રહેતા ગઢચિરોલી જિલ્લાના વતની બે વિદ્યાર્થીઓએ ‘ઓ રે બંદૂકવાલે’ ગીત પર પર્ફોર્મ કર્યું હતું. આ ગીત નક્સલી નેતા હિડમાની પ્રશંસા કરતું ગીત છે.
ADVERTISEMENT
આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ અને પ્રાથમિક તપાસ કરીને ગુરુવારે બન્ને વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો હતો. જોકે હૉસ્ટેલના પ્રશાસને બચાવમાં કહ્યું હતું કે સારી બીટ્સ હોવાથી તેમણે આ ગીત પર ડાન્સ કર્યો હતો.
માડવી હિડમા છેલ્લા બે દાયકાથી સિક્યૉરિટી ફોર્સ પર અનેક મોટા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો અને નવેમ્બરમાં તે ઠાર થયો હતો.
