પુણેના ઇન્ફ્લુએન્સરને પરવાનગી વગર બસમાં શૂટિંગ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો
અથર્વ સુદામ
પુણેમાં સરકારી બસમાં રીલ બનાવવાનું એક ઇન્ફ્લુએન્સરને ભારે પડ્યું હતું. અથર્વ સુદામે નામના ઇન્ફ્લુએન્સરે પુણે મહાનગર પરિવહન મહામંડળ લિમિટેડની બસમાં પરવાનગી વિના રીલ શૂટ કરી હતી, જેને પગલે ઑથોરિટીએ તેને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
એક અધિકારીએ આપેલી માહિતી મુજબ રીલમાં ઇન્ફ્લુએન્સર કન્ડક્ટર બનીને રીલ બનાવતો હતો જેના માટે યુનિફૉર્મ, ઇલેક્ટ્રૉનિક ટિકિટિંગ મશીનો અને બૅજનો તેણે ગેરકાયદે ઉપયોગ કર્યો હતો. બીજી જાન્યુઆરીએ મોકલવામાં આવેલી પહેલી નોટિસનો જવાબ આપવામાં નિષ્ફળ ગયા બાદ અથર્વને ૫૦,૦૦૦ રૂપિયાના દંડ સાથેની નોટિસ ફટકારવામાં આવી હતી.
બે વાંધાજનક વિડિયો માટે ૨૫,૦૦૦ રૂપિયા લેખે ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો અથર્વ દંડ ભરવામાં નિષ્ફળ જાય તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે એમ અધિકારીએ કહ્યું હતું.


