Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અચાનક IT ફર્મ બંધ કરીને ૫૦૦ કર્મચારીને બેરોજગાર કરી મૂકનારો પોલીસના તાબામાં

અચાનક IT ફર્મ બંધ કરીને ૫૦૦ કર્મચારીને બેરોજગાર કરી મૂકનારો પોલીસના તાબામાં

Published : 04 June, 2026 07:20 AM | Modified : 04 June, 2026 12:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેતરપિંડીના કેસમાં કંપનીના CEOને પોલીસે નાશિકથી પકડ્યો

નોટિસ આપ્યા વિના પુણેની હિંજવડીની બ્રાન્ચ બંધ કરીને ૫૦૦થી વધુ કર્મચારીઓને બેરોજગાર કરનારી થિન્કટેક ઇન્ડિયા OPC પ્રાઇવેટ લિમિટેડ IT ફર્મ.

નોટિસ આપ્યા વિના પુણેની હિંજવડીની બ્રાન્ચ બંધ કરીને ૫૦૦થી વધુ કર્મચારીઓને બેરોજગાર કરનારી થિન્કટેક ઇન્ડિયા OPC પ્રાઇવેટ લિમિટેડ IT ફર્મ.


નોએડાની થિન્કટેક ઇન્ડિયા OPC પ્રાઇવેટ લિમિટેડ નામની ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) ફર્મની પુણેની હિંજવડીની બ્રાન્ચ અચાનક જ બંધ કરી દેનારા કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) હર્ષલ ઠાકરેની પોલીસે મંગળવારે રાત્રે નાશિકથી ધરપકડ કરી હતી. બાવીસમી એપ્રિલે કર્મચારીઓને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કંપની બંધ કરી દેવામાં આવતાં ૫૦૦ જેટલા કર્મચારીઓ બેરોજગાર થઈ ગયા હતા.  આ મામલે ફર્મમાં કામ કરતી ઇન્ટર્ને ફરિયાદ નોંધાવી હતી.

લૅપટૉપ માટે ૧૫,૦૦૦ રૂપિયા લીધા, લૅપટૉપ જ ન આપ્યું
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ અનેક કર્મચારીઓ પાસેથી લૅપટૉપની સિક્યૉરિટી ડિપોઝિટ તરીકે ૧૫,૦૦૦ રૂપિયા લેવામાં આવ્યા હતા. અનેક કર્મચારીઓએ તેમની પાસેથી પૈસા લીધા પછી લૅપટૉપ અપાયું જ ન હોવાનો દાવો કર્યો હતો. છેલ્લા બે મહિનાથી પગાર ન ચૂકવાયાનો દાવો પણ કર્મચારીઓએ કર્યો હતો.



કંપનીએ લગાવ્યો ૧૧.૨૫ લાખનો ચૂનો
અત્યાર સુધીમાં પોલીસે ૩૦ કર્મચારીઓનાં નિવેદન નોંધ્યાં છે, જેના આધારે તેમની પાસેથી કુલ ૧૧.૨૫ લાખ રૂપિયા પડાવાયા હોવાનું સામે આવ્યું છે. ભવિષ્યમાં વધુ કર્મચારીઓ ફરિયાદ નોંધાવવા આગળ આવે તો વધુ રૂપિયાનો ગોટાળો સામે આવી શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2026 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK