Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હાથમાં સંવિધાન લઈને ખુલ્લા પગે કર્ણાટકના મુખ્ય પ્રધાનપદના શપથ લીધા ડી. કે. શિવકુમારે

હાથમાં સંવિધાન લઈને ખુલ્લા પગે કર્ણાટકના મુખ્ય પ્રધાનપદના શપથ લીધા ડી. કે. શિવકુમારે

Published : 04 June, 2026 11:32 AM | IST | karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાયબ મુખ્ય પ્રધાન બન્યા જી. પરમેશ્વર, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાના દીકરા સહિત ૧૨ પ્રધાનોએ પણ લીધા શપથ

ડી. કે. શિવકુમાર

ડી. કે. શિવકુમાર


બુધવારે બપોરે બૅન્ગલોરના લોકભવનમાં ૬૪ વર્ષના ડી. કે. શિવકુમારે કર્ણાટકના ચોવીસમા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. શપથ સમારોહમાં પહોંચીને પહેલાં જ તેમણે સંતોના આશીર્વાદ લીધા હતા. શપથ લેવા માટે શિવકુમાર ખુલ્લા પગે સ્ટેજ પર આવ્યા હતા અને તેમણે હાથમાં સંવિધાનની એક કૉપી રાખી હતી. નવા ડેપ્યુટી ચીફ મિનિસ્ટરપદ માટે જી. પરમેશ્વરે શપથ લીધા હતા. આ ઉપરાંત અન્ય ૧૨ વિધાનસભ્યોએ પણ પ્રધાનપદના શપથ લીધા હતા. એમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાનો દીકરો યતીન્દ્ર સિદ્ધારમૈયા પણ સામેલ હતો.

નવી કૅબિનેટમાં કૉન્ગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો દીકરો પ્રિયાંક પણ સામેલ છે. શપથગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા.



શિવકુમાર ભારતના સૌથી અમીર મુખ્ય પ્રધાન 


કર્ણાટકના મુખ્ય પ્રધાન બન્યા પછી હવે શિવકુમાર ૧૪૧૩ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ભારતના સૌથી અમીર મુખ્ય પ્રધાનની યાદીમાં ટોચના સ્થાને પહોંચી ગયા છે. બીજા નંબરે એન. ચંદ્રાબાબુ નાયડુ છે જેમની સંપત્તિ ૯૩૬ કરોડ રૂપિયા છે. ત્રીજા અમીર મુખ્ય પ્રધાન છે તામિલનાડુના વિજય, જેની સંપત્તિ છે ૬૪૦ કરોડ રૂપિયા.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2026 11:32 AM IST | karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK