પુણેના સદાશિવ પેઠમાં જ્ઞાનપ્રબોધિની સ્કૂલની બાજુમાં લીલા રંગે રંગવામાં આવેલી દીવાલને ભગવા રંગે રંગવાની ગઈ કાલે ખૂબ ચર્ચા થઈ હતી.
સંસદસભ્ય ડૉ. મેધા કુલકર્ણી સ્થળે પહોંચ્યાં હતાં
પુણેના સદાશિવ પેઠમાં જ્ઞાનપ્રબોધિની સ્કૂલની બાજુમાં લીલા રંગે રંગવામાં આવેલી દીવાલને ભગવા રંગે રંગવાની ગઈ કાલે ખૂબ ચર્ચા થઈ હતી. સ્કૂલ પાસેની દીવાલને લીલા રંગે રંગીને અહીં હાર, ફૂલ અને અગરબત્તી લગાવીને કોઈકે બાબાની દરગાહ બનાવવામાં આવી રહી હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. આ બાબતની માહિતી ભારતીય જનતા પાર્ટી (BJP)નાં સ્થાનિક સંસદસભ્ય ડૉ. મેધા કુલકર્ણીને મળી હતી. તેઓ આ સ્થળે પહોંચ્યાં હતાં. તેમણે પહેલાં ઝાડુથી હાર-ફૂલ સાફ કર્યાં હતાં. એ પછી દીવાલનો લીલો રંગ કલરના બ્રશથી હટાવ્યો હતો. ત્યાર બાદ સંસદસભ્યે દીવાલને ભગવા રંગે રંગી હતી. એટલું જ નહીં, બાદમાં તેમણે દીવાલ પાસે ગણપતિનો ફોટો મૂક્યો હતો.