Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવસેના (UBT)ના સંજય રાઉતનો વિવાદાસ્પદ કાંકરીચાળો

શિવસેના (UBT)ના સંજય રાઉતનો વિવાદાસ્પદ કાંકરીચાળો

Published : 21 October, 2026 11:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવસેના (UBT)ના સંજય રાઉતનો વિવાદાસ્પદ કાંકરીચાળો, કહ્યું કે…આલ્બેનિયામાં આંદોલનકારીઓએ સુપ્રીમ કોર્ટને આગ ચાંપી એના પરથી ભારતે શીખ લેવી જોઈએ

સંજય રાઉત

સંજય રાઉત


યુરોપિયન દેશ આલ્બેનિયામાં વડા પ્રધાન એડી રામાના રાજીનામાની માગણી સાથે વિદ્યાર્થીઓના નેતૃત્વમાં ચાલી રહેલા હિંસક આંદોલનને લઈને શિવસેના (UBT)એ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આલ્બેનિયામાં આંદોલકોએ સુપ્રીમ કોર્ટને આગ ચાંપી છે ત્યારે અરાજકતા અને આગના વિડિયો પોસ્ટ કરીને સંજય રાઉતે એવું સૂચન કર્યું હતું કે ભારતે આલ્બેનિયાની આ ઘટનાઓમાંથી બોધપાઠ લેવો જોઈએ. સંજય રાઉતે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક પોસ્ટ કરીને કહ્યું હતું કે ‘આલ્બેનિયામાં લોકોએ સુપ્રીમ કોર્ટને આગ ચાંપી દીધી છે કારણ કે એ ભ્રષ્ટ વડા પ્રધાનોને મદદ કરી રહી હતી. વિરોધ કરી રહેલી જનતાએ સંસદ અને સરકારી ઑફિસો તેમ જ પ્રધાનોનાં ઘરો પર પણ હુમલા કર્યા છે. તમામ દેશોએ આ ઘટનાઓમાંથી બોધપાઠ લેવો જોઈએ. ખાસ કરીને ભારતે.’

શિવસેના (UBT)નાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ સંજય રાઉતના આ નિવેદન સામે જાહેરમાં અસંમતિ દર્શાવી હતી અને લોકતાંત્રિક સંસ્થાઓ પર હિંસાને પ્રોત્સાહન આપતા કોઈ પણ નિવેદનનો વિરોધ કર્યો હતો.



સુપ્રીમ કોર્ટમાં અરજી ચાલે જ છે, ત્યાં જવાબ મળી જશે : કિરીટ સોમૈયા
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કિરીટ સોમૈયાએ સંજય રાઉતની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું ‘તે અરાજકતા ઇચ્છે છે. પહેલાં તેમણે રાષ્ટ્રપતિનું અપમાન કર્યું અને ગાળો આપી, પછી ચૂંટણીપંચનું અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનું. હવે ઇચ્છે છે કે સુપ્રીમ કોર્ટને સળગાવી દેવામાં આવે. ભારતની જનતા અરાજકતા સહન નહીં કરે. સુપ્રીમ કોર્ટમાં સંજય રાઉત વિરુદ્ધ અવમાનનાની અરજી ચાલી રહી છે અને તેમને ત્યાં જ જવાબ મળી જશે.’


સંજય રાઉતને સુપ્રીમ કોર્ટની નોટિસ કેમ મળી હતી?
ચૂંટણીપંચના મતદારયાદીઓના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિશે ચિંતાઓ અંગે રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળના INDIA બ્લૉકના પ્રતિનિધિમંડળની વ્યક્તિગત મુલાકાત માટે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા વિનંતીને નકારી કાઢવામાં આવ્યા બાદ વિવાદ શરૂ થયો હતો. સંજય રાઉતે જાહેરમાં આ ઇનકારની ટીકા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે ન્યાયાધીશો શાસક પક્ષની વ્યક્તિઓ સાથે સામાજિક કાર્યક્રમો અને રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત રહે છે. એને પગલે સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશન (SCBA)એ સંજય રાઉત અને પત્રકાર નિખિલ વાગળે સામે ફોજદારી અવમાનની અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ સંજય રાઉતે કોર્ટમાં સ્પષ્ટતા રજૂ કરી હતી કે તેઓ ન્યાયતંત્રનો તિરસ્કાર કરવાનો ઇરાદો ધરાવતા નથી અને જો સુપ્રીમ કોર્ટને તેમની ટિપ્પણીઓ અયોગ્ય લાગે તો માફી માગવાની તૈયારી બતાવી હતી.  


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK