Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આપણે ૧૦ નવેમ્બર પછી સાથે બેસીશું

આપણે ૧૦ નવેમ્બર પછી સાથે બેસીશું

Published : 07 November, 2026 07:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંવાદનો વિડિયો સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો, પ્રફુલ પટેલે અમિત શાહ સાથેની બેઠક વિશે પણ કરી વાત

ગુરુવારે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં પ્રફુલ પટેલે શરદ પવારની મુલાકાત લીધી હતી.

ગુરુવારે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં પ્રફુલ પટેલે શરદ પવારની મુલાકાત લીધી હતી.


બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં પ્રફુલ પટેલે શરદ પવારની મુલાકાત લીધી એ પછી NCPનાં બન્ને જૂથના જોડાણની ચર્ચા તેજ : અજિત પવાર જૂથના કાર્યકારી અધ્યક્ષે તબિયતના ખબરઅંતર પૂછ્યા : સંવાદનો વિડિયો સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો, પ્રફુલ પટેલે અમિત શાહ સાથેની બેઠક વિશે પણ કરી વાત

મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલે શરદ પવાર સાથે મુલાકાત કરતાં બન્ને જૂથોના ભવિષ્ય વિશે રાજકીય અટકળો તેજ બની છે. આ મુલાકાત દરમ્યાન શરદ પવારે પ્રફુલ પટેલને જણાવ્યું હતું કે તેઓ ૧૦ નવેમ્બર પછી સાથે બેસીને ચર્ચા કરશે.



નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના વડા શરદ પવાર હાલ બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અજિત પવાર જૂથના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલે ગુરુવારે હૉસ્પિટલ પહોંચીને તેમની તબિયતના ખબરઅંતર પૂછ્યા હતા. બન્ને વચ્ચે થયેલી વાતચીતનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં ૧૦ નવેમ્બર પછી બેઠક-યોજવાનો ઉલ્લેખ થતાં ભારે ચર્ચા જાગી છે.



ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ મળ્યા હતા શરદ પવારને.

NCP અને સત્તાધારી મહાયુતિ ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચાલી રહેલી હિલચાલ વચ્ચે આ મુલાકાતનો સમય અત્યંત મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. શરદ પવારે પ્રફુલ પટેલ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે થયેલી બેઠક વિશે પણ પૃચ્છા કરી હતી. જોકે ૧૦ નવેમ્બર પછી યોજાનારી આ સંભવિત ચર્ચાનો એજન્ડા હજી સ્પષ્ટ થયો નથી.


હૉસ્પિટલની મુલાકાત બાદ પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે ‘પવારસાહેબની તબિયત સારી છે. સતત થાક જણાતાં તેમને રૂટીન મેડિકલ ચેક-અપ માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ઉત્સાહમાં હતા અને તેમણે મહારાષ્ટ્ર, દેશ તેમ જ યુનાઇટેડ સ્ટેટ્સમાં ચાલી રહેલા રાજકીય પ્રવાહો વિશે માહિતી મેળવી હતી.’

પ્રફુલ પટેલે ઉમેર્યું હતું કે ‘અમારી રાજકીય ભૂમિકા ભલે અલગ હોય, વ્યક્તિગત સ્નેહ હંમેશાં રહેશે. અમારા રાજકીય રસ્તા જુદા પડ્યા હોવા છતાં હું પવારસાહેબને મળતો રહું છું. અમારે પારિવારિક સંબંધો છે.’

પ્રફુલ પટેલે સ્પષ્ટતા કરી હતી કે હૉસ્પિટલ રાજકીય ચર્ચા માટે યોગ્ય સ્થળ નથી એટલે આ મુલાકાત માત્ર તબિયત પૂછવા પૂરતી સીમિત હતી.

Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK