શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે પોતાના ઓફિશિયલ ટ્વિટર (X) પર એક ફોટો શૅર કર્યો છે. આ ફોટામાં, સંજય રાઉત દર્દીના કપડાં પહેરીને હૉસ્પિટલના પલંગ પર બેસેલા જોવા મળી રહ્યા છે. આ સમયે, તેમના હાથમાં સલાઈન લગાવવામાં આવી છે એવું પણ દેખાઈ રહ્યું છે.
સંજય રાઉત અને તેમણે શૅર કરેલી તસવીર (સૌજન્ય: X)
શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના એક મોટા નેતા, સાંસદ તેમ જ પ્રવકતા સંજય રાઉતની તબિયત બગડી છે. આ કારણે તેમને સારવાર માટે મુંબઈના ભાંડુપ સ્થિત ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સંજય રાઉત જાહેર કાર્યક્રમો અને મીડિયાથી દૂર રહ્યા હોવાનું પણ જોવા મળ્યું છે. હાલમાં તેમના પર જરૂરી તપાસ અને સારવાર ચાલી રહી છે. હવે, સંજય રાઉતે હૉસ્પિટલમાંથી તેમની એક ફોટો શૅર કર્યો છે, અને પક્ષના કાર્યકરોને પોતાની તબિયત વિશે માહિતી આપી છે.
સંજય રાઉતનો પહેલો ફોટો આવ્યો સામે
ADVERTISEMENT
સંજય રાઉતે પોતાના ઓફિશિયલ ટ્વિટર (X) પર એક ફોટો શૅર કર્યો છે. આ ફોટામાં, સંજય રાઉત દર્દીના કપડાં પહેરીને હૉસ્પિટલના પલંગ પર બેસેલા જોવા મળી રહ્યા છે. આ સમયે, તેમના હાથમાં સલાઈન લગાવવામાં આવી છે એવું પણ દેખાઈ રહ્યું છે. તેઓ હાથમાં કાગળ અને પેન પકડીને લખતા પણ જોવા મળે છે. આ કાગળ પર એડિટ શબ્દ લખાયેલો હોવાથી, ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તેઓ શિવસેનાના અખબાર સામના માટે લેખ લખી રહ્યા હશે. સંજય રાઉતે આ ટ્વીટ પર એક રમુજી કૅપ્શન પણ આપ્યું છે. “હાથ લખતા રહેવા જોઈએ. અમારી પેઢીનો મંત્ર હતો જમીનનો માલિક કોણ છે, જે તે અખબાર લખે છે!" એમ રાઉતે લખ્યું હતું.
हात लिहिता राहिला पाहिजे
— Sanjay Raut (@rautsanjay61) November 6, 2025
कसेल त्याची जमीन
लिहील त्याचे वृत्तपत्र
हा आमच्या पिढीचा मंत्र होता! pic.twitter.com/AowQ9MhfLN
ભાંડુપની ફોર્ટિસ હૉસ્પિટલમાં સારવાર હેઠળ સંજય રાઉત
છેલ્લા કેટલાક દિવસોથી સાંસદ સંજય રાઉતની તબિયત બગડી રહી છે. આ કારણે તેઓ જાહેર કાર્યક્રમો અને મીડિયાથી દૂર રહ્યા છે. તેમને હાલમાં વધુ સારવાર માટે ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તબીબી પરીક્ષણો પૂર્ણ થયા પછી તેઓ આરામ માટે તેમના મૈત્રી નિવાસસ્થાન પરત ફરશે. તેમણે એક પત્ર પણ શૅર કર્યો હતો. “બધા મિત્રો, પરિવાર અને કાર્યકરોને નમ્ર વિનંતી, જય મહારાષ્ટ્ર! તમે બધા હંમેશા મારામાં વિશ્વાસ રાખ્યો છે અને મને પ્રેમ કરતા આવ્યા છો, પરંતુ હવે અચાનક એવું બહાર આવ્યું છે કે મારી તબિયતમાં ગંભીર બગાડ થયો છે. સારવાર ચાલી રહી છે, હું ટૂંક સમયમાં આમાંથી સ્વસ્થ થઈ જઈશ. તબીબી સલાહ મુજબ, મારા પર બહાર જવા અને ભીડમાં ભળવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેનાથી બચવાનો કોઈ રસ્તો નથી. મને ખાતરી છે કે હું સ્વસ્થ થઈશ અને નવા વર્ષમાં તમને મળવા આવીશ. તમારો પ્રેમ અને આશીર્વાદ એ જ રહે,” સંજય રાઉતે આ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. રાઉતની તબિયત માટે યુબીટીના કાયકારોમાં ચિંતા જોવા મળી રહી છે. આ સાથે તેઓ રાઉતની તબિયત જલદીથી સારી થઈ તે ફરી સંબોધન કરી તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે.


