એપ્સટીન ફાઇલમાં વાંધાજનક વિગતો બહાર આવ્યા બાદ ઇન્ડિયા-AI સમિટ માટે આવતા માઇક્રોસૉફ્ટના કો-ફાઉન્ડરનો વિરોધ
શિવસેના (UBT)નાં સંસદસભ્ય પ્રિયંકા ચતુર્વેદી
માઇક્રોસૉફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ વિશે એપ્સટીન ફાઇલમાં વાંધાજનક વિગતો બહાર આવ્યા બાદ શિવસેના (UBT)નાં સંસદસભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ તેમની ભારતની મુલાકાત રદ કરવાનું સૂચન કર્યું છે. સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે કહ્યું હતું કે ‘હું મહારાષ્ટ્રના ગવર્નરને વિનંતી કરું છું કે તેઓ બિલ ગેટ્સ સાથે કોઈ પણ કરાર કરતાં પહેલાં ફરીથી વિચાર કરે. એપ્સટીન ફાઇલમાં જાહેર થયેલી તેમની અંગત અને શરમજનક વિગતો બાદ તેમને સન્માન પાછું મળે એ માટેનું પ્લૅટફૉર્મ ભારતને ન બનવા દો.’
એપસ્ટીન ફાઇલ્સમાં બિલ ગેટ્સને રશિયન યુવતીઓ દ્વારા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું છે. ઇન્ડિયા-AI (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) સમિટમાં ભાગ લેવા આવતા બિલ ગેટ્સ મહારાષ્ટ્ર સાથે કરાર કરે એવી શક્યતા હોવાથી પ્રિયંકા ચતુર્વેદીએ આ સમિટમાં બિલ ગેટ્સની હાજરીનો વિરોધ કર્યો છે.


