Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પતિ તો બ્લૅકમેઇલર નીકળ્યો

પતિ તો બ્લૅકમેઇલર નીકળ્યો

Published : 01 October, 2026 07:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિત્ર સાથે મળીને પત્નીને તેના અંગત વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી અને ૧૨ લાખ રૂપિયા પડાવ્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણે-વેસ્ટના વાગલે એસ્ટેટ ખાતે રહેતી ૩૬ વર્ષની મહિલાના પ્રાઇવેટ ફોટો અને વિડિયો વાઇરલ કરવાની ધમકી આપીને ૧૧,૯૭,૫૯૨ રૂપિયા પડાવી લેવાના આરોપમાં ગઈ કાલે પોલીસે મહિલાના પતિ અને તેના મિત્ર સામે ફરિયાદ નોંધી છે. મહિલાએ ૨૦૨૫માં આરોપી પતિ સાથે લગ્ન કર્યાં હતાં ત્યાર બાદ આરોપી પતિએ મહિલાના ક્રેડિટ કાર્ડમાંથી લોન લઈને આશરે ૮ લાખ રૂપિયા વાપરી નાખ્યા હતા, જ્યારે મહિલાએ પૈસાનો ઉપયોગ ક્યાં કર્યો એની પૂછપરછ કરતાં આરોપીએ તેને અંગત ફોટો અને વિડિયો વાઇરલ કરી નાખીશ એમ કહી બાકીના પૈસા પડાવ્યા હતા. એટલું જ નહીં, આરોપી અને તેના મિત્રએ મહિલાને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે આરોપી અને તેના મિત્રની શોધ હાથ ધરી છે.
શ્રીનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાના ૨૦૨૫માં બીજાં લગ્ન આરોપી સાથે થયાં હતાં. લગ્ન બાદ આરોપી પતિએ મહિલાનો વિશ્વાસ જીતીને તેના દસ્તાવેજો મેળવી લીધા હતા. મહિલાની જાણ બહાર તેમ જ પરવાનગી વગર તેના નામે બે ક્રેડિટ કાર્ડ મેળવીને ૮,૦૭,૫૯૨ રૂપિયાની ક્રેડિટ લોન ઉપાડી લેવામાં આવી હતી. બૅન્કમાંથી હપ્તા ભરવાના ફોન આવતાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તપાસ દરમ્યાન સામે આવ્યું કે આ રકમમાંથી ૪.૮૬ લાખ રૂપિયા આરોપીના મિત્રના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ વિશે પૂછપરછ કરતાં આરોપી પતિએ તેના મોબાઇલમાં રહેલા મહિલાના અંગત ફોટો અને વિડિયો વાઇરલ કરવાની તેમ જ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બ્લૅકમેઇલ કરીને આરોપીએ મહિલા પાસેથી વધુ ૩ લાખ રોકડા તેમ જ ૯૦,૦૦૦ રૂપિયાની કિંમતની ૧૦ ગ્રામ સોનાની ચેઇન અને પાંચ ગ્રામની વીંટી પડાવી લીધી હતી. આમ બન્ને આરોપીઓએ આપસમાં મિલીભગત કરીને મહિલા સાથે કુલ ૧૧,૯૭,૫૯૨ રૂપિયા વસૂલ કર્યા હતા. અંતે વધુ પૈસાની માગણી કરવામાં આવતાં મહિલાએ અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK